Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

૩૧મી ડિસેમ્બરના બંદોબસ્ત સાથે પોલીસ ઇન્સ.ગઢવીનો જન્મદિવસ રસ્તા પર ઉજવાયો

રાજકોટ : ગઇરાત્રે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જગ્યાએ જગ્યાએ વાહન ચેકીંગ અને ટ્રાફીક વ્યવસ્થા જાળવા તૈનાત પોલીસ કાફલા પૈકીની ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવીનો જન્મદિવસ ૧લી જાન્યુઆરી હોવાથી રાત્રે ૧ર-૦૧ મીનીટે કે.કે.વી. હોલ ચોકમાં પોલીસ વાનના બોનેટ ઉપર કેક કાપી ઉજવાયો હતો. ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી મીના, ડીસીપી હર્ષદ મહેતા સહિતના ઉપરી અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના સાથી સબ ઇન્સ. અતુલ સોનારા, પીએસઆઇ કે.કે.જાડેજા સહિતના સ્ટાફે પીઆઇ ગઢવીને કેક ખવડાવી શુભેચ્છાઓ આપી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)