Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૩૧-૮-ર૦૧૮ શુક્રવાર
શ્રાવણ વદ-પ, નાગ પંચમી
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૦, સૂર્યાસ્ત-૭-૦૪,
જૈન નવકારશી-૭-૧૮
ચંદ્ર રાશિ- મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
ર૦-૪૬ થી ભરણી
કાર્યોનો શુભ સમય
૬-૩૧ થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૩ સુધી,૧ર-૪૭થી શુભ-૧૪-રર સુધી, ૧૭-૩૦ થી ચલ-૧૯-૦૪ સુધી, ર૧-પ૬ થી લાભ-ર૩-રર સુધી,
શુભ હોરા
૬-૩૧ થી ૯-૩૯ સુધી, ૧૦-૪ર થી ૧૧-૪પ સુધી, ૧૩-પ૦ થી ૧૬-પ૯ સુધી, ૧૮-૦૧ થી ૧૯-૦૪ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે નાગપંચમીનો તહેવાર છે. હિન્દુસ્તાન ચમત્કારોનો દેશ છે. ફેસ્ટીવલ ઉત્સવનો દેશ છે. શ્રદ્ધા અને ધર્મનો દેશ છે. આજ પરિવારના નિયમ મુજબ વ્રત ઉપવાસ કોઇ કરતા હોય છે. મહાદેવના દર્શન કરતા હોય છે. નાગદેવતાની પૂજા અને પ્રાર્થના કરતા હોય છે. આજના દિવસે ખોરાકમાં પરિવારના નિયમ મુજબ બાજરાનો રોટલો કે ચણાની વસ્તુનો ઉપયોગ કરાય છે અને તે પણ આગલા દિવસે એટલે કે ઠંડુ ખાતા હોય છે. પરિવારના પૂર્વજોના નિયમ પ્રમાણે વ્રત રાખવું અંધશ્રદ્ધામાં ન અટવાઇ જવાઇ તેનું ખાસ ધ્યાન રાખવું. મહાદેવની રૂદ્રા કરવી ઁ નમઃ શિવાયના જાપ કરવા સૂર્ય નમસ્કાર કરવા જરૂરીયાતવાળી વ્યકિતને મદદ કરવી.