Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૩૧-૭-ર૦૧૮ મંગળવાર
અષાઢ વદ-ત્રીજ, અંગારકા સંકષ્ટ ચતુર્થી, ચંદ્રદય ર૧-૪૭, ભદ્રા-૮-૪૪ સુધી, પંચક
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૯
સૂર્યાસ્ત-૭-ર૭
જૈન નવકારશી-૭-૦૭
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
ર૮-પ૯થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-શતતારા
કાર્યોનો શુભ સમય
૯-૩૭થી ચલ-લાભ-અમૃત-૧૪-૩ર સુધી, ૧૬-૧૦થી શુભ-૧૭-પ૯ સુધી, ર૦-૪૯થી લાભ-રર-૧૧ સુધી
શુભ હોરા
૮-૩૧થી ૧૧-૪૮ સુધી, ૧ર-પ૩ થી ૧૩-પ૯ સુધી, ૧૬-૧૦થી ૧૯-ર૭ સુધી, ર૦-રર થી ર૧-૧૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
સમજદાર વડીલો એટલે કે જેઓ પોતાના સંતાનો માટે સારૂ ઇચ્છતા હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે માતા-પિતા પોતાના સંતાનોનું જીવન બગાડી નાખે છે. પોતાનો અહમ સંતોષવા ગમે તે સ્થિતિ ઉભી કરે છે. દીકરાની વહુ જો સમજદાર અને હોશંીયાર હોય તો કયારેક માતા પિતાને નથી ગમતું. તેઓને ખ્લાસ આવે કે દીકરો તેની પત્ની સાથે સારી રીતે રહે છે તો પણ તેઓને નથી ગમતું આવા ગ્રહો હોય છે અને સંસ્કારો હોય છે-માતા પિતાએ સંતાનના લગ્ન કરી દીધા પછી સંતાનોને તેની રીતે જીવવા દેવા જોઇએ . પતિ-પત્ની સંપીને રહેતા હોય તો રાજી થવું જોઇએ પણ માતા પિતાના ગ્રહોમાં ગ્રહણ યોગ હોય તો પણ તકલીફો રહે છે જેને લઇને તેઓના વિચારો સ્વાર્થી બની જાય છે. વીધી નહીં પણ વિચારોમાં બદલવા જરૂરી રહે છે.