Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧-૭-ર૦ર૦,બુધવાર
અષાઢ સુદ-૧૧, દેવશયની એકાદશી (દ્રાક્ષ), પંઢરપુર યાત્રા, ચાતુર્માસ વ્રતારંભ,
ગૌરી મોળાકાત વ્રતારંભ , વિંછુડો-ર૦-પ૭થી
સૂય-મિથુન
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭,
સૂર્યાસ્ત-૭-૩૪
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
ર૦-પ૭થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૮થી લાભ-અમૃત-૯-ર૯ સુધી ૧૧-૧૦થી શુભ-૧ર-પ૧ સુધી, ૧૬-૧ર થી ચલ-લાભ-૧૯-૩૪ સુધી, ર૦-પ૩ થી શુભ-અમૃત-ચલ-ર૪-પ૧ સુધી,
શુભ હોરા
૬-૦૮થી ૮-રર સુધી, ૯-ર૯થી ૧૦-૩૬ સુધી, ૧ર-પ૧ થી ૧૬-૧ર સુધી, ૧૭-૧ર થી ૧૮-ર૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
સંતાનોની સગાઇ લગ્નના પ્રશ્નો પરિવારને અને મા-બાપને ખૂબજ ટેન્સન આપે છે કયારેક કોઇ વિચિત્ર વ્યકિત સાથે સગાઇ-લગ્ન થઇ જાય છે ત્યારે પૂરા પરિવારને માનસીક તનાવ અને ટેન્સન રહે છે. જો યુવક યુવતિના પરિવારમાં બંને તરફથી ગેર સમજો દૂર કરવાની કોશિષ થાય અને બંને યુવક-યુવતિને એક બીજા પ્રત્યે લાગણીઓ હોય તો લગ્નજીવન ટકી શકે છે પણ બંને માંથી કોઇ એક જ વ્યકિતને લાગણીઓ હોય તો લગ્નજીવન ચાલતું નથી એ બાબત ધ્યાનમાં લેવી કોઇ વ્યકિતનો આપણા પ્રત્યે પ્રેમ ન રાખતી હોય અને તમો તેના પ્રત્યે ખૂબજ પ્રેમ રાખતા હો તો આ તમારી મુર્ખાઇ છે કે સમજદારીનો અભાવ તે તમારે નકકી કરવાનું છે.