Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૩૧-૧-ર૦ર૩ મંગળવાર
મહાસુદ-૧૦
ભકત પુંડરિક ઉત્‍સવ
રોહિણી
રવિયોગ ર૪-૩૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૮
સૂર્યાસ્‍ત-૬-૩૨
જૈન નવકારશી- ૮-૧૬
ચંદ્ર રાશિ- વૃષભ (બ. વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
રાહુ કાળ ૧પ-૪૭થી ૧૭-૧૦સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૮ થી ૧૩-૨૩ સુધી ૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૪ સુધી ૧પ-૪૭ થી
શુભ ૧૭-૧૦ સુધી ૨૦-૧૦ થી લાભ ર૧-૪૭ સુધી ર૩-૨૪ થી શુભ -અમૃત-ચલ ર૮-૧૪ સુધી
શુભ હોરા
૯-૧૮ થી ૧૨-૦૫ સુધી,
૧૩-૦૦ થી ૧૩-૫૬ સુધી,
૧પ-૪૭ થી ૧૮-૩૩ સુધી
૧૯-૩૮ થી ર૦-૪૨ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મના ગ્રહોમાં જો સૂર્યની સાથે ગુરૂ હોય તો આવી વ્‍યકિતઓ સાત્‍વીક હોય છે. બીજાને હમેંશા મદદરૂપ થાય છે. તેઓની પાસે ઔલિકતા ખૂબ જ હોય છે. પોતાનું સંશોધન કરીને આગળ વધે છે. સ્‍કુલ - કોલેજમાં ખૂબ જ સારા પોસ્‍ટ ધરાવતા હોય છે. અને જીવનમાં સફળતા મેળવતા હોય છે. અભ્‍યાસ બાબત વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવતા હોય છે. અને સતત પોતાના જોબ પ્રત્‍યે વફાદાર રહે છે. અને તેવા જ તેઓનો સમય પસાર થઇ જાય છે. ખુબ જ લાગણીવાળી વ્‍યકિત હોય છે. અહીં જન્‍મનાં ગુરૂની સાથે જો શનિ હોય તો ધાર્મિક સંસ્‍થામાં સારો હોદો પણ ધરાવે છે. સરકારી નોકરીમાં પણ સારી સફળતા મેળવે છે. દાન-પુન પણ ખૂબ જ કરે છે.