Gujarati News

Gujarati News


આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૦-૧-ર૦૨૦,ગુરૂવાર
મહા સુદ-પ
ગાંધી નિર્વાણ દિન,
વસંત પંચમી, સરસ્વતી પૂજન,
શ્રી પૂજન-પંચક
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મીન
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૮,
સૂર્યાસ્ત-૬-૩ર,
જૈન નવકારશી-૮-૧૬
ચંદ્રરાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉતરા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૮થી શુભ-૮-પ૧ સુધી,
૧૧-૩૭થી ચલ-લાભ-અમૃત-
૧પ-૪૧ સુધી, ૧૭-૧૦થી
શુભ-અમૃત-ચલ-ર૧-૪૭ સુધી,
શુભ હોરા
૭-ર૮થી ૯-૧૯ સુધી,
૧૦-૧૪ થી ૧૧-૧૦ સુધી,
૧૩-૦૦ થી ૧પ-૪૬ સુધી,
૧૬-૪ર થી ૧૭-૩૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે વસંત પંચમીનો તહેવાર છે. આજના દિવસને અતિ શુભ દિવસ માનવામાં આવે છે. આજે નીતિ અતિ શુભ માનવામાં આવે છે. આજે માંગલીક કાર્યો અને સગાઇ લગ્ન માટે ઉત્તમ દિવસ રહેશે. આજના દિવસે યોગાનુંયોગ ચંદ્ર પણ મીન રાશિમાં છે અને તેનું નક્ષત્ર પણ શુભ છે. ચંદ્રથી ગુરૂ પણ કેન્દ્રમાં દશમા સ્થાનમાં બીરાજ માન છે જે પણ એક શુભત્વ મેળવે છે. જયારે શનિ પણ સ્વગૃહી મકર રાશિમાં બળવાન બને છે અને તે પણ આજના મીનના ચંદ્રથી લાભ સ્થાનમાં છે અને સૂર્ય પણ મીનના ચંદ્રથી લાભ સ્થાનમાં છે. શુક્ર પણ આજના ચંદ્રથી બારમા સ્થાનમાં બીરાજમાન છે. જે પણ શુભત્વ મેળવે છે. શનિ બુધ લાભદાયક સ્થિતિમાં છે.