Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
માગસર સુદ-૩,
તા.૨૯-૧૧-ર૦૧૯,શુક્રવાર
રાજયોગ ૭-૩૪ થી ૧૭-૪૦ , રવિયોગ પ્રારંભ ૭-૩૪ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્વિક
ચંદ્ર-ધન
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૯,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૭
ચંદ્રરાશિ- ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૯ થી ચલ-લાભ-અમૃત ૧૧-૧૪ સુધી, ૧ર-૩પ થી શુભ-૧૩-૩૭ સુધી, ૧૬-૪૦થી ચલ-૧૮-૦૧ સુધી, ર૧-૧૮થી લાભ-રર-પ૭ સુધી
શુભ હોરા
૭-૦૯થી ૯-પર સુધી, ૧૦-૪૭થી ૧૧-૪૧ સુધી, ૧૩-૩૦થી ૧૬-૧૩ સુધી, ૧૭-૦૭ સુધી ૧૮-૦૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓની ઉંમર થઇ ગઇ હોય મતલબ કે ૪૦-પ૦ વર્ષ થઇ ગયા હોય છતાં બુદ્ધિ પ્રતિભા કે સમજણ શકિત ન વધી હોય જેને લઇને તેઓના વહેવારીક કામો નથી થતાં વાતચીત કરવામાં રફ અને ટફ હોય પોતાની જાતને વધુ હોંશીયાર ગણાવતા હોય અને બતાવતા હોય છે. આવા લોકોની જન્મકુંડલીમાં સૂર્યની સ્થિતિ સારી નથી હોતી જેને લઇને તેઓ પોતાના સંતાનોની લાઇફ તેમના મેરેજ લાઇફને બગાડે છે. નવા ના મેરેજ કરેલ દીકરાની સાથે દીકરા વહુની સાથે ફરવા જવાની ઇચ્છા રાખે છે અને જેને લઇને સંતાનોને જોઇતું ફ્રીડ્રમ અથવા જે ફીડ્રમ આપવું જોઇએ તે નથી અપાતું અને પછી લગ્નજીવનને અસર થાય છે. સંતાનો જુદા થવાની ઇચ્છા કરતા થઇ જાય છે.