Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૯-૯-ર૦૧૯,રવિવાર
આસો સુદ-૧, શારદીય નવરાત્રી પ્રારંભ, ઘટ સ્થાપન-ચંદ્રદર્શન, ઇષ્ટિ,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કન્યા
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્ત-૬-૩૬,
જૈન નવકારશી-૭-૨૬
ચંદ્રરાશિ- કન્યા (પ,ઠ,ણ)
ર૯-૪પ થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૮ થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૭ સુધી, ૧૪-૦૭થી શુભ-૧પ-૩૬ સુધી, ૧૪-૦૭થી શુભ-૧પ-૩૬ સુધી, ૧૮-૩૬થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૭ સુધી
શુભ હોરા
૭-૩૮થી ૧૦-૩૮ સુધી, ૧૧-૩૭થી ૧ર-૩૭ સુધી, ૧૪-૩૭થી ૧૭-૩૬ સુધી, ૧૮-૩૬થી ૧૯-૩૬ સુધી
બ્રહ્માંડના સિતારા
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે. આજથી નવ દિવસ માતાજીના ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મલશે. સહુ ભકતો પોતાની શ્રદ્ધા પૂર્વક વ્રત ઉપવાસ કરશે. આ દિવસોમાં શ્રદ્ધા પૂર્વક ઉપાસના કરવાથી જીવનમાં કોઇ પ્રશ્નો હોય તો વ્યકિતએ પોતે શ્રદ્ધાપૂર્વક માતાજીની ભકિત આરાધના કરવાથી તકલીફો દૂર થઇ શકે છે. આ સમય દરમ્યાન પોતાના કુળદેવીની ઉપાસના અને કુટુંબની રીત રિવાજ મુજબ નિવેદ થતા હોય છે. આ સમય દરમ્યાન પોતાની શકિત પ્રમાણે દાન પુન કરે છે અને કુંવારીકાને નાની બાળાઓને ભેટ આપતા હોય છે અને કુંવારકાઓને જમાડતા હોય છે. કુંવારીકા અને નાની બાળાઓમાં ભકતોને માતાજીના દર્શન થતા હોય છે. આ શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાપૂર્વક કરેલી ભકિતનું ફળ જરૂર મલે છે. પોતાની કુળદેવીના જાપ કરવા અને ધૂપદીવા કરવા. અંધશ્રદ્ધામાં ન અટવાય જવાય તેનું ધ્યાન રાખવું.