Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૨૯-૧-ર૦ર૧ શુક્રવાર
પોષ વદ-૧, એકમ
ઇષ્ટિ - ૭-ર૭ થી ર૭-ર૧ મૃત્યુયોગ
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૮,
સૂર્યાસ્ત-૬-૩૧
જૈન નવકારશી-૮-૧૬
ચંદ્ર રાશિ- કર્ક (ઙહ.)
ર૭-૧૧ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૩૮ થી ૧૩-રર, સુધી ૭-ર૮ થી -ચલ-લાભ-અમૃત-૧૧-૩૭ સુધી, ૧૩-૦૦ થી શુભ-૧૪-ર૩ સુધી, ૧૭-૦૯ થી ચલ-૧૮-૩ર સુધી, ર૧-૪૩થી લાભ-ર૩-ર૩ સુધી
શુભ હોરા
૭-ર૮થી ૧૦-૧૪ સુધી, ૧૧-૦૯થી ૧ર-૦પ સુધી, ૧૩-પ૬ થી ૧૬-૪ર સુધી, ૧૭-૩૭ થી ૧૮-૩ર સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા માટે મહેનતની સાથે નસીબ પણ જરૂરી છે. પણ તમો ખોટી મહેનત નથી કરતાને સમયનો વ્યય નથી કરતાને તમારે કંઇ લાઇનમાં વિશેષ સફળતા મળી શકે છે. ભાગીદારો સાથે કેટલુ લેણુ છે. ભાગીદારી કરવી કે પછી નોકરી કરવી. કયારેક ઘણા લોકોને બીઝનેશ કરતા નોકરીમાં વિશેષ લાભ હોય છે. તમારે તમારા અંદરની ટેલેન્ટને જાણવી જરૂરી છે. કયારેક બીજા લોકો શું કરે છે. તે જોઇને તમો તે તરફ ખેંચા છો તેવુ ન કરવું તમોને શુ ગમે છે શું કામ કરવામાં તમોને મજા આવે છે. જન્મના ગ્રહોમાં સૂર્યનું બળ તમોને મળનારી સફળતા તરફ લઇ જઇ શકે છે રોજ સૂર્ય નમસ્કાર કરવા.