Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૯-૧-ર૦૨૦,બુધવાર
મહા સુદ-૪
પંચક, ભદ્રા-૧૦-૪૬ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મીન
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૮,
સૂર્યાસ્ત-૬-૩૧,
જૈન નવકારશી-૮-૧૬
ચંદ્રરાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૮થી લાભ-અમૃત-૧૦-૧૪ સુધી, ૧૧-૩૭થી શુભ-૧૩-૦૦ સુધી, ૧પ-૪૬થી ચલ-લાભ-૧૮-૩ર સુધી, ર૦-૦૯થી શુભ-અમૃત-ચલ-૧-૦૦ સુધી,
શુભ હોરા
૭-ર૮થી ૯-૧૯ સુધી, ૧૦-૧૪ થી ૧૧-૧૦ સુધી, ૧૩-૦૦થી ૧પ-૪૬ સુધી, ૧૬-૪ર થી ૧૭-૩૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
દરેક વ્યકિતને સફળ થવું હોય છે અને આ સારી વાત છે કે જીવનમાં સફળતા મેળવવી દરેક વ્યકિતનો હક છે. દરેક વ્યકિતને પોતાના ફીલ્ડ સારી નામના મેળવવાની ઇચ્છા રહે છે અને નામના મેળવવાની સાથે સાથે આર્થિક લાભો પણ મેળવવાના હોય છે. શું તમો જે ફીલ્ડમાં નામના મેળવવા માંગો છો તે ફીલ્ડમાં તમારા ગ્રહો તમોને મદદ કરે છે. શું તમો કોઇ પણ જીવનના પ્રશ્નો હોય જન્માક્ષર ઉપરથી યોગ્ય માર્ગદર્શન મોટીવેશન-કાઉન્સેલીંગ કરાવો છો કે પછી દોરા ધાગા કે નંગના ચક્કરમાં પડીને સમય અને નાણાનો વ્યય કરો છો. આ બધો આધાર તમારા ગ્રહો ઉપર પણ હોઇ શકે કે તમારો સ્વભાવ વહેમીલો અને અંધશ્રદ્ધામાં ડુબી જવાય એવો છે.