Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૮-જુલાઇ-ર૦ર૧ બુધવાર
અષાઢ વદ-પ
પંચક
કુમાર યોગ ૧૦-૪પ સુધી

આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મીન
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૮,
સૂર્યાસ્ત-૭-ર૭
જૈન નવકારશી- ૭-૦૬
ચંદ્ર રાશિ- મીન
(દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર- પૂર્વા ભાદ્રપદ
ઉદીત લગ્ન - કર્ક
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૮ થી લાભ-અમૃત-૯-૩૬ સુધી, ૧૧-૧પ થી શુભ-૧ર-પ૩ સુધી, ૧૬-૧૧ થી ચલ-લાભ-૧૯-ર૮ સુધી, ર૦-૪૯ થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૩ સુધી
શુભ હોરા
૬-૧૮ થી ૮-૩૦ સુધી,
૯-૩૬ થી ૧૦-૪ર સુધી,
૧ર-પ૩ થી ૧૬-૧૧ સુધી
૧૭-૧૭ થી ૧૮-રર સુધી
બ્રહ્માંડના સિતારા
કોઇ અંધશ્રધ્ધામાં ન પડવુ ચમત્કાર વ્યકિતએ પોતે કરવાનો હોય છે. હુ પચાસ વર્ષથી વધારે સમય થી જયોતિષ બાબત ફળાદેશ કરુ છું. અહીં સામાન્ય લાગતા બાર ગ્રહો અને બાર રાશિને સમજવા એ બહુ અઘરૂ કામ છે. અહીં બહુજ જરૂરી હોય અને એક જ જન્મકુંડલી અલગ અલગ વ્યકિતઓને બતાવતા અલગ અલગ ફળાદેશ થતુ જોવા મળે છે. જેને લઇને જન્માક્ષર બતાવનાર વ્યકિત કન્ફયુઝનમાં પડી જાય છે તો કયારેક અંધ શ્રધ્ધામાં ડૂબી જાય છે. જન્માક્ષર બતાવવાળા સમજદારી કેળવવી ઘણી વખત ગ્રહો સારા હોય છે યોગ કારક બનતા હોવા છતાં કોઇને બતાવતા એવુ કહે છે કે તમારે ગ્રહો નબળા છે. અને વિધિ કરવી પડશે જેથી જન્માક્ષર બતાવનાર વ્યકિતના સારા ગ્રહો હોવા છતાં તે કન્ફયુઝનમાં ટેન્શનમાં આવી જાય છે.