Gujarati News

Gujarati News

ગુરૂવારનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.ર૭-૧૦-ર૦રર ગુરૂવાર
કારતક સુદ-ર
વિંછૂડો
સૂર્યોદય-૬-૪૯
સૂર્યાસ્‍ત-૬-૧ર
જૈન નવકારશી- ૭-૩૭
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
૧ર-૧૧ થી અનુરાધા
રાહુ કાળઃ
૧૩-પ૬ થી ૧પ-ર૧ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૦૮થી ૧ર-પ૩ સુધી ૬-૪૯ થી શુભ ૮-૧પ સુધી
૧૧-૦પ ચલ-લાભ-અમૃત ૧પ-ર૧ સુધી ૧૬-૪૬ થી શુભ-અમૃત-ચલ ર૧-ર૧ સુધી
શુભ હોરા
૬-૪૯ થી ૭-૪૬ સુધી,
૯-૪૦ થી ૧ર-૩૧ સુધી,
૧૩-ર૭ થી ૧૪-ર૪ સુધી
૧૬-૧૮ થી ૧૯-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો પ્રથમ સ્‍થાનમાં ગુરૂ હોય અને તે પણ જો ધન રાશિ કે મીન રાશિમાં હોય તો આવી વ્‍યકિતઓ ખુબ જ નસીબદાર હોય છે. જીવન સાથી પણ ખુબ જ સમજદાર મળે છે. લગ્ન જીવન ખુબ જ સારૂ રહે છે. જો કે અહીં સાતમા સ્‍થાનમાં રહેલ ગ્રહોને પણ ધ્‍યાનમાં લેવા જોઇએ અને પછી જ ફળાદેશ કરવો અહીં જન્‍મના ગ્રહોની સાથે સાથે મહાદશા ને પણ ખાસ ધ્‍યાનમાં લેવી જોઇએ અહી ફરીથી જણાવ્‍યું છે કે લોકો અંધશ્રધ્‍ધામાં અટવાઇ જાય છે. જયારે હુ આ પ્રમાણે લખુ છુ તો ઘણા કહેવાતા પોતે તાંત્રીકો છે તેઓના ફોન આવતા હોય છે. તો ઘણા લોકો પોતે કેવી રીતે છેતરાય ગયા છે. તેઓ પણ પોતાની આપવીતી કહેતા હોય છે. શ્રધ્‍ધા એટલે શું તે ખાસ સમજવું જરૂરી છે.