Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૨૬/૧ર/ર૦૧૭ મંગળવાર
પોષ સુદ-૮, દુર્ગાષ્ટમી, શાકંભરી દેવી નવરાત્રી પ્રારંભ-
પંચક-ભદ્ર-૧૪-પ૧ સુધી,
સિદ્ધિયોગ સૂર્યોદયથી રપ-૪૭
સૂર્ય-ધન
ચંદ્ર-મીન
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨પ
સૂર્યાસ્ત-૬-૦૮
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
માંગલીક કાર્યોનો શુભ સમય
૧૦-૦૭ થી ચલ-લાભ-અમૃત-
૧૪-૦૮ સુધી, ૧પ-ર૯થી શુભ-૧૬-પ૦ સુધી, ૧૯-પ૦થી લાભ-ર૧-ર૯ સુધી, ર૩-૦૯ થી શુભ- ૦-૪૮ સુધી,
શુભ હોરા
૯-૧૩ થી ૧૧-પ૪ સુધી,
૧ર-૪૮ થી ૧૩-૪ર સુધી,
૧પ-ર૯થી ૧૮-૧૦ સુધી,
૧૯-૧૬ થી ર૦-ર૩ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
જયારે વ્યકિત કોઇ મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ જયોતિષનો સહારો લ્યે છે તો કોઇ ખોટા કહેવાતા તાંત્રીકોને બાબા લોકોને શરણે જાય છે અને પછી મશ્કેલીઓ હળવી થવાને બદલે વધતી જાય છે. મે તા. ર૪-૧રના રોજ આ બાબત નંગ વિશેષ લખેલ અને મને ઘણા બધા લોકોના ફોન પણ આવેલ કે જેઓ નંગના નામે છેતરાય ગયા હતાં અને વીંટી પહેરીને ખર્ચ કરેલો પણ કોઇ ફેર ન પડયો તો નંગ વહેચવાવાળા પણ ફોન કરતા હોય છે હવે વાંચકોને જણાવવાનું કે તમો કોઇને કોઇ જગ્યાએ વીધી કરીને કે નંગ મંત્ર જેવી વસ્તુ બાબત નાણાકીય વ્યય કરેલ હોય તો તમારે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ કારણ કે જન્મના ગ્રહો ખૂબજ મહતવની બાબત છે.