Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૨૬/૧૧/ર૦૧૭,રવિવાર
કારતક વદ-૭,(સાતમ), પંચક, ભદ્રા-૯-પર થી રર-૩૩,
શુક્ર રાશિ પરિવર્તન કરશે. વૃશ્ચિકમાં પ્રવેશ રર-૦૭,
રાજયોગ ૯-પર સુધી,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કુંભ
મંગળ-કન્યા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૭,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પપ,
ચંદ્ર રાશિ- નક્ષત્ર-ઘનિષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-ર૯થી ચલ-અમૃત-૧ર--૩૪ સુધી, ૧૩-પ૬થી શુભ-૧પ-૧૮ સુધી,
૧૮-૦૧ થી શુભ-અમૃત-ચલ-
રર-પ૬ સુધી
શુભ હોરા
૮-૦ર થી ૧૦-૪૬ સુધી,૧૧-૪૦ થી ૧ર-૩૪ સુધી, ૧૪-ર૩ થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦૧ થી ૧૯-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
અહીં ખાસ કરીને શનિ મંગળને લઇને ખૂબજ ખોટા નિર્ણયો લેવાય છે. જેમકે જન્મકુંડલીમાં જો મંગળ હોય તો કુંડલીને ખરાબ ગણવામાં આવે છે. ખરેખર તો જેમની કુંડલીમાં મંગળ છે તેવું જાણકાર જયોતિષ કહે તો તમારે માટે નસીબદાર બાબત છે કારણ કે નસીબદાર વ્યકિતઓની જન્મકુંડલી મંગળવાળી હોય છે. બીજુ મંગળ હોય એટલે લગ્ન મોડા થાય તે લગ્ન જીવન ખરાબ ચાલે તેવું બીલકુલ નથી હોતું ફકત જન્મકુંડલી મેળવવાળા બંનેની કુંડલી મંગળવાળા કે શનિ-રાહુ વાળી છે કે કેમ ? ઉપરાંત મંગળ કે શનિ-રાહુ કંઇ રાશિના છે અને કયાં સ્થાનમાં છે તે બાબત ખૂબજ જરૂર છે તે ઉપરાંત જન્મના બીજા ગ્રહોને પણ ધ્યાનમાં લેવાની સલાહ છે.