Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨૬-૧૦-ર૦ર૦ સોમવાર
નિજ આસો સુદ-૧૦
ભરત મિલાપ , પંચક,
ભદ્રા-ર૧-પ૧થી વ્યતિપાત
૧૮-રરથી ર૩-૩૩
સૂર્યોદય-૬-૪૯,સૂર્યાસ્ત-૬-૧ર
જૈન નવકારશી-૭-૩૭
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૦૮થી ૧ર-પ૩ સુધી, ૬-૪૯થી અમૃત-૮-૧પ સુધી, ૯-૪૦થી શુભ-૧૧-૦પ, ૧૩-પ૬થી ચલ-લાભ-અમૃત-ચલ ૧૯-૪૭ સુધી, રર-પ૬થી લાભ-ર૪-૩૧ સુધી,
શુભ હોરા
૬-૪૯થી ૭-૪૬ સુધી, ૮-૪૩થી ૯-૪૦ સુધી, ૧૧-૩૪ થી ૧૪-ર૪ સુધી, ૧૮-ર૧થી ૧૬-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
વાંચકોને નવાઇ લાગશે તેવી વાતો મને જાણવામાં આવી છે. તમોએ કોઇને તમારા સંતાનોનીબાયોડેટા આપી છે કે કોઇ આવી સંસ્થા ચલાવતા હોય તો ઘણા લોકો પૈસા ખાતર જ કામ કરતા હોય. જો પૈસા ન મલે તો પૈસા ન આપનાર યુવક-યુવતિ અથવા તેનો પરિવાર ખરાબ છે તેવી વાતો વહેતી થાય છે. આમાં શું માનવું તો ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કે યુવકની સાત પઢીનો આંબો તપાસે છે અને તે મહેનત કરે છે તેના પૈસા લેતા હોય છે તેવું વાતો કરે છે અને આવી તપાસ પછી કરેલી સગાઇ કે લગ્ન તુટી જાય છે. ટુંકમાં આમા શું સમજવું અહીં સ્પષ્ટ રીતે હું કહું તો બંને વ્યકિત અને તેના મા-બાપ જ સમજદાર હોવા જોઇએ અને જન્મનો ગુરૂ બળવાન હોવો જોઇએ તો લગ્ન જીવન સારૂ રહે છે.