Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨૬-૪-ર૦૧૮,ગુરૂવાર
વૈશાખ સુદ-૧૧
ભદ્રા-૯-ર૦થી,
મોહિની એકાદશી (ગોતક) પરશુરામ-રૂકમણી બારસ
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-સિંહ
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૦
સૂર્યાસ્ત-૭-૧૦
જૈન નવકારશી-૭-૯
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
ર૦-૧૮ થી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-પૂર્વાફાલ્ગુની
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-ર૦ થી ૭-પ૬ શુભ-૧૧-૦૯થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૭ સુધી, ૧૭-૩૪ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૭ સુધી,
શુભ હોરા
૬-ર૦ થી ૭-ર૪ સુધી, ૯-૩ર થી ૧ર-૪પ સુધી, ૧૩-૪૯થી ૧૪-પ૩ સુધી, ૧૭-૦રથી ર૦-૦૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં એકજ રાશિમાં જો શનિ-મંગળ હોય તો આવી વ્યકિત ખૂબજ મહેનતુ અને ટેલેન્ટ હોય છે. કદાચ એવું બને કે ડીગ્રી ન હોય છતાં એન્જીનયર જેવી બુદ્ધિ પ્રતિભા હોય છે. ગમે તેવી વસ્તુ ઇલેકટ્રીક કે પછી મીકેનીકલ લોખંડ મશીનરી વગેરેમાં કોઇ પણ ફોલ્ટ આશાનીથી દૂર કરી શકે છે. હવે જો જન્મનો સૂર્ય નબળો હોય તો આવી વ્યકિત હોંશીયાર હોવા છતાં પણ પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરતી નથી. આળસવૃતિ પણ હોય છે. કંઇ રાશિનું લગ્ન છે તે પણ ખૂબજ મહત્વનું છે. જેથી કયાં દેવની ઉપાસના કરવાથી લાભ રહે તે નક્કી કરવું. આળસવૃતિ ટાળવાની ખાસ જરૂરરહે.