Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨પ-પ-ર૦ર૦,સોમવાર
જેઠ સુદ-૩, રંભા ત્રીજ, મહારાણા પ્રતાપ જયંતિ,
સૂર્યોદય-૬-૦પ, સૂર્યાસ્ત-૭-૨ર
જૈન નવકારશી-૬-૫૩
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦પ થી અમૃત-૭-૪પ સુધી,
૯-ર૪ થી શુભ-૧૧-૦૪ સુધી,
૧૪-૩૭ થી ૧૪-પ૭ સુધી,
૧૬-૦૩ થી ૧૭-૧૦ સુધી
શુભ હોરા
૬-૦પ થી ૭-૧૧ સુધી, ૮-૧૮થી ૯-ર૪ સુધી, ૧૧-૩૭થી ૧૪-પ૭ સુધી, ૧૬-૦૩ થી ૧૭-૧૦ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા લોકો પોતાના સગા સબંધી અને ખાસ કરીને બેન-ભાઇ મા-બાપ કે સાસુ-સસરા સાથે ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે જેને લઇને તેઓ પોતાની સાથે બીજાને પણ હેરાન કરે છે. આમો કયારેક પોતાના મા-બાપ એક બીજાને સાથે રહેતા હોવા છતાં પણ સારો વહેવાર નથી કરતા અને જેનો લાભ સંતાનો લ્યે છે અને છેવટે સંતાનો પોતાની જીંદગી બગાડે છે. ફકત ગ્રહોને લઇને વ્યકિત આવી હોય છે તેવું નથી હોતું પણ જન્મ સંસ્કારો અને પોતે ખૂબજ હોંશિયાર છે. બાહોશ છે તેવું તેના મગજમાં કોઇએ ઘુસાડી દીધેલ હોય છે. આવી વ્યકિતના જીવનમાં ખૂબજ ખરાબ સ્થિતિ આવે છે ત્યારે કોઇ તેની પાસે નથી રહેતું જેથી વાણી વર્તન ઉપર કાબુ રાખવો (ક્રમસ)