Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨પ-૩-ર૦૧૯ સોમવાર
ફાગણ વદ-પ
રંગપંચમી-વિંછુડો, કુમારયોગ સૂર્યોદયથી ૭-૦૩
સૂર્યોદય-૬-૪૮, સૂર્યાસ્ત-૬-પ૭,
જૈન નવકારશી-૭-૩૬
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૮થી અમૃત-૮-૧૯ સુધી, ૯-પ૧થી શુભ-૧૧-રર સુધી, ૧૪-રપ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-ર૭ સુધી, ર૩-ર૪થી લાભ-૦-પ૩ સુધી,
શુભ હોરા
૬-૪૮થી ૭-૪૯ સુધી,
૮-પ૦થી ૯-પ૧ સુધી,
૧૧-પ૩ થી ૧૪-પપ સુધી,
૧પ-પ૬થી ૧૬-પ૭ સુધી
બ્રહ્માંડના સિતારા
તમારે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ જયારે વ્યકિત હાજર ન હોય તો તમારે મોબાઇલ દ્વારા વાત કરીને પૂછવું જોઇએ કે હવે મારે શું કરવું. અહીં જન્મના ચંદ્રની સ્થિતિ અને સૂર્યની સ્થિતિ જો નબળી હોય તો વ્યકિતની નિર્ણય શકિતનો અભાવ જોવા મલે છે. હવે આવી વ્યકિત જે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ નથી કરતી તેના લગ્નજીવનમાં કે નોકરી ધંધામાં પણ મુશ્કેલીઓ રહે છે. જીવનમાં સફળતા માટે ફકત ગ્રહો નહીં પણ ગ્રહોની સાથે સાથે વહેવારીક અભિગમ પણ અપનાવવો જોઇએ. કોઇની પર્સનલ બાબતો કે ડોકયુમેન્ટ બીજાના માટે તે ખૂબજ કિંમતી હોય છે. જેથી મોબાઇલ ઉપર વાત કરીને પછી જ કોઇને આપવા જોઇએ જેથી કોઇ તકલીફો ન થાય રોજ સૂર્ય નમસ્કાર કરવા.