Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨પ-ર-ર૦૧૯,સોમવાર
મહાવદ-૭,શ્રીનાથજી પાટોત્સવ (નાથદ્વારા), બુધનો મીન રાશિમાં પ્રવેશ, વિંછુડો-૧૬-૦૩થી, ભદ્રા-૧૬-૪૯ સુધી, રવિયોગ -રર-૦૮ સુધી,
સૂર્યોદય-૭-૧૩,સૂર્યાસ્ત-૬-૪૬,
જૈન નવકારશી-૮-૦૧
ચંદ્ર રાશિ- તુલા (ર,ત)
૧૬-૦૩થી વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૩ થી અમૃત-૮-૪૦ સુધી,
૧૦-૦૭ થી શુભ-૧૧-૩૪ સુધી, ૧૪-ર૭થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-ર૧ સુધી
શુભ હોરા
૭-૧૩ થી ૮-૧૧ સુધી, ૯-૦૯થી ૧૦-૦૭ સુધી, ૧ર-૦૩થી ૧૪-પ૬ સુધી, ૧પ-પ૪થી ૧૬-પર સુધી
બ્રહ્માંડના સિતારા
ગ્રહોની ચાલ અજબ ગજબની હોય છે. ઘણી વખત એવા ગ્રહો લઇને જન્મ થતો હોય છે કે તેના વિચારો એવા હોય છે કે પોતાની પાસે જે પણ સંપતિ હોય છે તેનો ઉપયોગ બીજા માટે કરે છે અને તેના વિચારો સતત એવા હોય છે કે બીજાને મદદરૂપ થવું ખાસ કરીને ગુરૂના ઘરમાં જયારે સૂર્ય હોય ત્યારે આવી વ્યકિતત્વ રહે છે ઘણા લોકો પૈસાદાર લોકોને ખૂબજ માન આપતા હોય છે પછી ભલેને તે વ્યકિત તેને કદાપી મદદરૂપ નથી થતી તે ફકત પૈસાની ચમકથી અંજાય જાય છે. અહીં આવી ચમકને લઇને સંતાનોની સગાઇ લગ્ન પણ આવા પરિવારમાં કરવાની ઇચ્છા રાખે છે અને જયારે આવા સંબંધો બંધાય છે પણ પછી ફકત પૈસાની ચમક હોય છે. લાગણીઓ જેવું કશું જ નથી હોતું આ બધું જન્માક્ષર ઉપરથી જાણવાની કોશિષ થઇ શકે છે.