Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૨૪/૧૧/ર૦૧૭,શુક્રવાર
કારતક વદ-૬,છઠ્ઠ વૃદ્ધિ તિથિ છે. ચંપા છઠ્ઠ, અન્નપૂર્ણાવરત પ્રારંભ માર્તંડ ભૈરવ ઉત્થાપન, બુધ રાશિ પરિવર્તન કરશે.
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મકર
મંગળ-કન્યા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૬,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૪,
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧૧-૧ર સુધી, ૧ર-૩૪ થી શુભ-
૧૩-પ૬ સુધી, ૧૬-૩૯થી
ચલ-૧૮-૦૧ સુધી,
શુભ હોરા
૭-૦૬ થી ૯-પ૦ સુધી, ૧૦-૪પ થી ૧૧-૩૯ સુધી, ૧૩-ર૮થી ૧૬-૧ર સુધી, ૧૭-૦૭ થી ૧૮-૦૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
લગ્નજીવન સાચુ ચલાવવા માટે બને વ્યકિતના તંદુરસ્તી સારી હોવી જોઇએ બંનેના વિચારો પણ એક સરખા હોય તો જીવન ખૂબજ સારી રીતે ચાલે હવે જન્મકુંડલી ઉપરથી વ્યકિતની તન્દુરસ્તી બાબત જાણી શકાય અને બંનેના વિચારો કેવા રહેશે ત બાબત પણ જન્મના ગ્રહો ઉપરથી જાણી શકાય છે. અહીં જન્માક્ષર મેળવવાથી ઘણુ બધુ માર્ગદર્શન મલી શકે છે સાથે સાથે એક બાબતનું ધ્યાન રાખવું કે અહીં થોડો વહેવારૂ અભિગમ પણ અપનાવવો જરૂરી રહેશે. ફકત જન્માક્ષર મલે છે તેથી લગ્નજીવન સારૂ જ રહેશે તે બાબત પણ ચોક્કસ નથી હોતી લગ્ન જીવનમાં ઘણી બધી બાબતો ઉપર ધ્યાન દેવું પડે છે. ફકત ગ્રહોની સાથે સાથે કુટુંબના સભ્યોને પણ ધ્યાનમાં લેવા જોઇએ.