Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૪-૯-ર૦૧૯,મંગળવાર
ભાદરવા વદ-૧૦
દશમનું શ્રાદ્ધ, ભદ્રા-૧૬-૩૭,
કુમાર યોગ ૧૦-૩૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કર્ક
મંગળ-સિંહ
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭
સૂર્યાસ્ત-૬-૪૧,
જૈન નવકારશી-૭-૨પ
ચંદ્રરાશિ-કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૦ સુધી, ૧પ-૪૦થી ૧૭-૧૧ સુધી, ર૦-૧૧ થી લાભ-ર૧-૪૦ સુધી, ર૩-૧૦થી શુભ-અમૃત-ર-૦૯ સુધી
શુભ હોરા
૮-૩૮થી ૧૧-૩૯ સુધી, ૧ર-૩૯થી ૧૩-૪૦ સુધી, ૧પ-૪૦થી ૧૮-૪૧ સુધી, ૧૯-૪૧ થી ર૦-૪૧ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત ખૂબજ ભણેલા ગણેલા લોકો પોતે જયોતિષમાં માનતા નથી તેવી વાતો કરતા હોય છે અને આવા લોકો જ જયોતિષ શાસ્ત્રની સાથે સાથે ખૂબજ અંધશ્રદ્ધા તરફ જતા હોય છે . ઘણા લોકો ખાસ કરીને પોતાની જાતને બુદ્ધિજીવી અને ભણેલ ગણેલ માનતા હોય તેઓ ભયંકર અંધશ્રદ્ધામાં અટવાયેલા હોય છે. તેઓ એવો દેખાવ કરતા હોય છે કે આ જયોતિષશાસ્ત્ર દંબંગ છે પણ ખરેખર તેઓને ખબર નથી કે જયોતિષ શાસ્ત્ર એ એક ગણિત છે પણ ગંજીપત્તા ઉપરથી ભવિષ્ય જાણવું કોઇના શરીરમાં માતાજી આવે છે વગેરે તુર્ત વાંચકો છાપામાં વાંચતા જ હશે અને વીધી વિધાનને નામે લાખો રૂપિયામાં છેતરાય જતા હોય છે. મારી પાસે આવા છેતરાય ગયેલા લોકો માર્ગદર્શન લેવા આવે છે અને કહેતા હોય છે કે તેઓ કેવી રીતે છેતરાય ગયા છે. અંધશ્રદ્ધા કેટલુ નુકશાન કરી શકે છે.