Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર૪/ર/ર૦૧૮- શનિવાર
ફાગણ સુદ-૯, રોહિણી
અમૃત સિદ્ધિ યોગ-૧૧-ર૮ સુધી, હોળાષ્ટક, ઉદિત લગ્ન-કુંભ
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-કુંભ
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૪
સૂર્યાસ્ત-૬-૪૬
જૈન નવકારશી-૮-૦ર
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ)
રર-૪૧ થી મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-રોહિણી
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૪૦ થી શુભ-૧૦-૦૭ સુધી,
૧૩-૦૦ ચલ-લાભ-અમૃત-૧૭-ર૦ સુધી, ૧૮-૪૭ થી લાભ-ર૦-ર૦ સુધી,
શુભ હોરા
૮-૧૧ થી ૦૯-૦૯ સુધી,
૧૧-૦પ થી ૧૩-પ૮ સુધી,
૧૪-પ૬ થી ૧પ-પ૪ સુધી,
૧૭-૪૯ થી ર૦-પ૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
અગાઉ આપણો ચર્ચા કરેલી કે જો ગુરૂ ચંદ્ર એકજ રાશિમાં હોય તો રાજકેસરી યોગ બને છે તો ઘણી વ્યકિતઓની જન્મકુંડલીમાં ગુરૂ ચંદ્ર સાથે હોવા છતા પણ આર્થિક સ્થિતિ સારી નથી હોતી ત્યારે આવી વ્યકિતઓ પૂછે છે કે ગજ કેસરી યોગ છે પણ તેનું ફળ નથી મલતુ. અહીં ગજકેસરી યોગ બનતો હોય પણ જન્મ રાશિથી કે જન્મ લગ્નથી બીજા સ્થાનનો માલીક નબળો હોય અથવા પોતાના સ્થાનથી પાંચમે હોય સાતમે હોય કે અગીયારમે હોય તો પણ ઘણી વખત ગજકેસરી યોગનું ફળ ઓછું મલે છે. કયારેક આર્થિક રીતે મીલ્કત સારી હોવા છતાં રોકડ રકમ હાથમાં નથી હોતી તો પણ તકલીફો રહે છે.