Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૪-૧-ર૦૧૯,ગુરૂવાર
પોષ વદ-૪
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ર૧-પપ , સ્થિર યોગ-૧૮-રર થી ર૦-પ૪
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-મકર
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૯
સૂર્યાસ્ત-૬-ર૮
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
ર૩-પ૦થી કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯થી શુભ-૮-પર સુધી,
૧૧-૩૭થી ચલ-લાભ-અમૃત-
૧પ-૪૪ સુધી, ૧૭-૦૭થી
શુભ-અમૃત-ચલ-ર૧-૪૪ સુધી,
શુભ હોરા
૭-ર૯થી ૮-ર૪ સુધી, ૧૦-૧૪થી
૧ર-પ૯ સુધી, ૧૩-પ૪ થી ૧૪-૪૯ સુધી, ૧૬-૩૯થી ૧૯-૩૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ઘણા જ અટપટા યોગ હોય છે ઘણી વખત જન્મ લગ્ન કે જન્મનો ચંદ્ર એ બે રાશિનું ફળ આવી શકે છે જેને લઇને તે બાબતનું ફળ કથન કરવું વધુ અઘરૂ બને છે. અહીં દરેક વખતે આ બાબતનું ધ્યાન રાખીને ફળ કથન કરવું જોઇએ. અહીં જન્મ કુંડલીમાં જન્મ લગ્ન બંને તેની મહાદશાને ધ્યાનમાં લેવી જોઇએ. જન્મકુંડલીમાં ઘણી વખત એવું જોવામાં આવે છે કે ખૂબજ સરળ લાગતી જન્મ કુંડલીમાં ઘણા યોગો સમાયેલા હોય છે કોઇ એક ગ્રહ ઉપરથી નિર્ણયો ન લઇ શકાય જો એવું જ હોય તો એક સરખા ગ્રહો ધરાવતી વ્યકિત બધીજ વ્યકિત એકજ વ્યવસાય કે નોકરીમાં કામ કરતી હોય શકે પણ એવું નથી બનતું જેથી જયોતિષના શોખીનોએ આ બાબતનું ધ્યાન રાખવું જેથી વ્યકિતને યોગ્ય માર્ગદર્શન આપી શકાય.