Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૩-૧૦-ર૦ર૦ શુક્રવાર
નિજ આસો સુદ-૭
સરસ્વતી બલિદાન, મહાઅષ્ટમી, ભારતીય કાર્તિક મહિનો શરૂ, શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ
સૂર્ય-તુલા
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૮
સૂર્યાસ્ત-૬-૧૪
જૈન નવકારશી-૭-૩૬
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
૭-૦ર થી મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૮ થી ૧ર-પ૪,
૬-૪૮થી ચલ-લાભ-અમૃત-૧૧-૦પ સુધી, ૧ર-૩૧ થી શુભ-૧૩-પ૭ સુધી, ૧૬-૪૮ થી ચલ-૧૮-૧૪ સુધી, ર૧-ર૩ થી લાભ-રર-પ૭ સુધી,
શુભ હોરા
૬-૪૮થી ૯-૩૯ સુધી,
૧૦-૩૭થી ૧૧-૩૪ સુધી,
૧૩-ર૮થી ૧૬-ર૭ સુધી,
૧૭-૧૭ થી ૧૮-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક જીવનમાં એવી સ્થિતિ ઉભી થાય છે કે પોતાના સંતાનો મા-બાપને પરેશાન કરે છે. ત્યારે મા-બાપ મનમાં શું વિચારતા હશે તેઓની મનની સ્થિતિ કેવી હશે-કેવી રહેતી હશે. ભૂતકાળમાં મા-બાપે સંતાનોને તેઓ જયારે નાના હોય તે સમયે ખૂબજ મહેનત કરીને પોતાની જરૂરીયાતો ઓછી કરીને પોતાના સંતાનોને ખુશ રાખવાની કોશિષ કરી હોય છે તો કયારેક એવું પણ બને છે કે માને કારણે કે કયારેક પિતાને કારણે સંતાનો પોતાની જીદ્દ અને અક્કડ વલણને લઇને પોતાના મા-બાપની પાસે માફી મંગાવતા હોય છે કેવા ગ્રહો હોય તો આવું બને કે પછી નાનાપણમાં ખૂબજ લાડ લડાવેલ હોય તેનું પરિણામ હોઇ શકે તો હવે શું કરવું. મનમાં કેવી વ્યથા અનુભવતા હશે. મા-બાપ-સંતાનોએ આ સમજવું જોઇએ.