Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૩-૬-ર૦૧૮ શનિવાર
બીજો જેઠ સુદ-૧૧, નિર્જલા એકાદશી (કેરી), ભીમ અગિયારસ-રૂકમણી વિવાહ, ગાયત્રી જયંતિ,
ભદ્રા-૧પ-૩૪ થી ર૭-પ૪
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-તુલા
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ- તુલા (ર,ત)
નક્ષત્ર-સ્વાતિ
સિદ્ધિયોગ-રવિવાર
કાર્યોનો શુભ સમય
૭-૪૬ થી શુભ-૯-ર૭ સુધી,
૧ર-૪૦થી ચલ-લાભ-અમૃત-
૧૭-પર સુધી, ૧૯-૩૩ થી
લાભ-ર૦-પર સુધી,
શુભ હોરા
૭-૧૩ થી ૮-ર૦ સુધી, ૧૦-૩પ થી ૧૩-પ૭ સુધી, ૧પ-૦૪ થી ૧૬-૧૧ સુધી, ૧૮-ર૬ થી ર૧-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જયારે જન્મના ચંદ્રથી શનિ બીજે બારમે કે પ્રથમ સ્થાનમાં હોય ત્યારે મીટીંગના ધમધમાટથી દૂર રહેવું આવા સમયે હંમેશા સમયનો વ્યય થશે અને બોશ અને કર્મચારીઓ વચ્ચેનું અંતર વધતું જશે તો અમુક કર્મચારી બોશને સારૂ લાગે તેવી વાતો કરતા જે લાંબાગાળે બોશને નુકશાન કરતા સાબિત થશે. સમયનો વ્યય થશે. મીટીંગમાં આ ગ્રહો હોય ત્યારે ખોટી દલીલબાજીમાં સમયનો વ્યય થશે. કર્મચારી વર્ગમાં ફાટફૂટ પડશે જેને લઇને કંપની સંસ્થાને નુકશાન થઇ શકે છે. કયારેક મીટીંગ લઇને બોશ અને કર્મચારી વર્ગ જેનો આભાર મીટીંગની શું ભૂમીકા છે તેના ઉપર અને બોશ ઉપર છે એજન્ડા વગરની મીટીંગ સમય બગાડે છે. આ ગ્રહોની ચાલ વખતે શનિવાર કરવા રોજ સૂર્ય નમસ્કાર કરવાથી લાભ રહેશે.