Gujarati News

Gujarati News


આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૩-૧-ર૦રર રવિવાર
પોષ વદ-પ
નેતાજી જયંતિ
રવિયોગ ૧૧-૦૯ થી
અમૃત સિધ્‍ધ યોગ
૧૧-૦૯ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કન્‍યા
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્‍ત- ૬-ર૭,
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ-કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્‍ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૭ થી અભિજિત ૧૩-ર૧ સુધી ૮-પર થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૯ સુધી ૧૪-ર૧ થી શુભ-
૧પ-૪૪ સુધી ૧૮-ર૮ થી શુભ-અમૃત-ચલ ર૩-ર૧ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૦૯ સુધી, ૧ર-૦૪ થી ૧ર-પ૯ સુધી, ૧૪-૪૯ થી ૧૭-૩૩ સુધી, ૧૮-ર૮ થી ૧૯-૩૩ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો જન્‍મ લગ્નમાં શનિ હોય અને તે વૃヘકિ રાશિમાં હોય તો આવી વ્‍યકિતને માતુશ્રી તરફથી લાભ મળે છે. માતાને સરકારી નોકરી હોય છે અને તેનું પેન્‍શન પણ મળતુ હોય મિલકત થી લાભ રહે અહીં જન્‍મના સૂર્યને કયા ગૃહનું બળ મળે છે તે ખાસ જોવુ જોઇએ સૂર્યને ગુરૂનું બળ મળતુ હોય તો આવી વ્‍યકિત પોતે પણ સારી આવક ધરાવતી હોય છે. અને ખૂબ જ સારી સમજદારી હોય છે. માતા - પિતાને ખુબ જ સારી રીતે રાખે છે. એજયુકેશન ફીર્લ્‍ડમાં નોકરી કે પોતાનો વ્‍યવસાય બનાવીને સફળતા મેળવે છે. પોતે ખુબ જ મહેનતુ હોય છે. અને જો જન્‍મના ચંદ્રની મહાદશા શરૂ થાય ત્‍યારે વિદેશ જવાની શકયતા ઉભી થાય છે. રોજ હનુમાનજીના દર્શન કરવા.