Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧પ-૩-ર૦૧૯,શુક્રવાર
ફાગણ સુદ-૯, રવિયોગ અહોરાત્ર, મીનાર્ક-કમુહુર્તા પ્રારંભ બુધ કુંભ રાશિમાં વક્રી ગતિથી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-મેષ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૮
સૂર્યાસ્ત-૬-પ૪,
જૈન નવકારશી-૭-૪૬
ચંદ્ર રાશિ- મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૮થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૭ સુધી, ૧ર-પ૬ થી શુભ-૧૪-ર૬ સુધી, ૧૭-ર૬ થી ચલ-૧૮-પપ સુધી, ર૧-પ૬થી લાભ-ર૩-ર૬ સુધી,
શુભ હોરા
૬-પ૮થી ૯-પ૭ સુધી,
૧૦-પ૭થી ૧૧-પ૭ સુધી,
૧૩-પ૬થી ૧૬-પ૬ સુધી,
૧૭-પ૬થી ૧૮-પપ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ જીવન કોઇ પણ કાર્યમાં સ્થિરતા નથી રાખતી પછી તે અભ્યાસ બાબતનો પ્રશ્ન હોય કે પછી નોકરીનો થોડા દિવસ ખૂબજ સારી રીતે કાર્ય કરે પછી તેમાંથી રસ નથી તેવું કહીને થોડા દિવસ કે થોડા મહિના પછી કોઇ બીજી લાઇનમાં આગળ વધે એક વર્ષમાં ચાર કે તેથી વધુ નોકરી બદલે તેવી જ રીતે કયારેક આર્ટ લાઇનમાં કે સંગીતમાં તો કયારેક ફીલ્મ સ્ટાર બનવાના સપના જુએ અને તેને લઇને પરિવારમાં પણ અશાંતિ ઉભી થાય. જન્મનો ચંદ્ર જયારે શનિ રાહુની સાથે હોય અને લગ્નેશ નબળો હોય ત્યારે વ્યકિતમાં કોઇપણ કાર્યને સમજી લેવું અને પછી તો કાર્યને વળગી રહેવાની જરૂર સફળતા મલે છે તેમાં શંકા નથી.