Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૧-૧૦-ર૦ર૦ બુધવાર
બીજો આસો સુદ-પ,
મા-સરસ્વતી આવ્હાયન,
રવિયોગ-રપ-૧૪ સુધી, યમઘંટ યોગ-સૂર્યોદયથી રપ-૧૪ઁ,
સૂર્ય-તુલા
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૭
સૂર્યાસ્ત-૬-૧૬
જૈન નવકારશી-૭-૩પ
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૭થી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૦પ થી શુભ-૧ર-૩૧ સુધી, ૧પ-ર૩ થી ચલ-લાભ-૧૮-૧૬ સુધી, ૧૯-પ૦ થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૧ સુધી,
શુભ હોરા
૬-૪૭થી ૮-૪ર સુધી, ૯-૩૯થી ૧૦-૩૬ સુધી, ૧ર-૩૧ થી ૧પ-ર૩ સુધી, ૧૬-ર૧થી ૧૭-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
- રાક્ષસો બળવાન હતાં અને મંત્રો દ્વારા વધુ શકિતશાળી બનેલ. પણ તેઓની વૃતિઓ અસુરી હતી જેને લઇને તેઓની પાસે શકિત અને મંત્રની તાકાત હતી, પણ અસુરી વિધારધારા પતન તરફ લઇ ગઇ માતાજીએ આવા બધા રાક્ષસોને હણ નાખયા -આજના યુગમાં પણ આવા ઘણા રાક્ષસો ભષ્માસુર જેવા છે પણ તેનો નાસ કોણ કરશે ?
જીવનમાં તપ અને મંત્ર જાપનું ખૂબ જ મહત્વ રહેલ છે. તપ અને મંત્ર શકિત પાસે આસુરી શકિતઓ લાંબો સમય ટકી શકતી નથી. શુભ વિચારો જીવનમાં પ્રગતિ આપે છે. જન્મનો સૂર્ય જો બળવાન હોય તો અને મંગળ પણ સ્વગૃહી હોય તો જરૂરથી માતાજીની આરાધના જલદીથી ફળે છે અથવા એમ કહી શકાય કે તેઓ ઉપર માતાજીની કૃપા છે. નવ નોરતા પૂરા કરવા, નવ દિવસ સુધી ગરબી-ગરબા ઘરમાં રાખવા.