Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૧-૯-ર૦ર૦, સોમવાર અધિક આસો સુદ-પ, વિંછુડો-૧પ-૧૮થી વૈદ્યુતિ-૭-પ૮ સુધી, રવિયોગ-ર૦-૪૯ સુધી,
સૂર્યોદય-૬-૩૭,સૂર્યાસ્ત-૬-૪૩
જૈન નવકારશી-૭-રપ
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
૧પ-૧૮થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧પથી ૧૩-૦૪ સુધી,
૬-૩૭થી અમૃત-૮-૦૭ સુધી, ૯-૩૮થી શુભ-૧૧-૦૯ સુધી, ૧૪-૧૦થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૧ર સુધી, ર૩-૧૧ થી લાભ-ર૪-૪૦ સુધી,
શુભ હોરા
૬-૩૭થી ૭-૩૭ સુધી, ૮-૩૮થી ૯-૩૮ સુધી, ૧૧-૩૯થી ૧૪-૪૧ સુધી, ૧પ-૪૧થી ૧૬-૪ર સુધી,
બ્રહ્માંડના સિતારા
-''કાલસૂર્ય યોગ''
જન્મકુંડલીમાં જો કાલસૂર્ય યોગ હોય તો તેમને રાજયોગ વાળા ગ્રહો કહેવાય અથવા કહેવા જોઇએ કન્યા લગ્નની કુંડલીમાં બીજા સ્થાનમાં રાહુ બીરાજમાન છે અને જન્મનો ચંદ્ર-રાહુથી દૃષ્ટ છે મતલબ કે ચંદ્ર કેતુ સાથે બીરાજમાન છે. જન્મ લગ્નથી બારમા સ્થાનમાં ગુરૂ અને શનિ-બીરાજમાન છે તો આપણે અગાઉ વાત કરેલ તે મુજબ દશમા સ્થાનમાં એક સાથે ચાર ગ્રહો છે. સૂર્ય-મંગળ-બુધ અને શુક્ર બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવેલ હોવા છતાં આ વ્યકિત આ જન્મકુંડલી કોની છે આ ગ્રહો છે હિન્દુસ્તાનના વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના આ છે કાર્લસૂર્ય યોગનો ચમત્કાર રોજ ઁ નમઃ શિવાયના જાપ કરવા.