Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૧-૬-ર૦ર૦,રવિવાર
જેઠ વદ-અમાસ-અમાવાસ્યા, જૈનો કેરી ત્યાગ કરશે, કંકણકૃતિ સૂર્ય ગ્રહણ-ભારતમાં દેખાશે સંક્રાંતિ પુષ્યકાળ સર્વોદયથી મધ્યાહન, ગ્રહણ પાળવાનું રહેશે
સૂય-મિથુન
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૬-પ૩
મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
આજનો દિવસ ૧૩ કલાક ર૭ મીનીટનો રહેશે. રાત્રી ૧૦ કલાક ૩૩ મીનીટની રહેશે. આજનો દિવસ મોટો અને રાત્રી નાની રહેશે
અભિજીત ૧ર-રર થી ૧૩-૧૬,
૭-૪૬ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૯ સુધી, ૧૪-૩૦થી શુભ-૧૬-૧૧ સુધી, ૧૯-૩૩ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૦ સુધી,
શુભ હોરા
૭-૧ર થી ૧૦-૩૪ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪૯ સુધી, ૧પ-૦૩ થી ૧૮-રપ સુધી, ૧૯-૩૩ થી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક સમજદાર મા-બાપ સંતાનોની જીદ અથવા ભૂલના કારણે પરેશાન થતાં હોય છે. ખાસ કરીને અભ્યાસ-નોકરી અને લગ્ન આ બાબત જીવન માટે ખૂબજ મહત્વની હોય છે. મા-બાપને ખબર હોય અને સંતાનોને ખૂબજ સમજાવતા હોવા છતાં પણ કયારેક સંતાનોનું વલણ જીદ્દી હોય છે જયાં મા-બાપ ઢીલાપડી જાય છે અને સંતાનો તકલીફમાં આવે છે તેની સાથે મા-બાપ પણ તકલીફોમાં આવે છે તેમાં પણ કયારેક નોકરી મૂકી દયે છે અથવા અયોગ્ય વ્યકિત સાથે લગ્નથી જડાય છે અને પછી તકલીફો શરૂ થાય છે-દાનપુન્ય કરવું.