Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૧-ર-ર૦૧૯,ગુરૂવાર
મહાવદ-બીજ
ભદ્રા-ર૪-ર૩ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-સિંહ
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૬
સૂર્યાસ્ત-૬-૪૪
જૈન નવકારશી-૮-૦૪
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
૧૦-રર થી કન્યા-(પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉતરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૬થી શુભ-૮-૪ર સુધી, ૧૧-૩પથી ચલ-લાભ-અમૃત-૧પ-પ૪ સુધી, ૧૭-ર૦થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૩ સુધી,
શુભ હોરા
૭-૧૬થી ૮-૧૪ સુધી, ૧૦-૦૯થી ૧૩-૦૧ સુધી, ૧૩-પ૯થી ૧૪-પ૬ સુધી, ૧૬-પ૧ થી ૧૯-૪૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો શનિ ગરહની સાથે સૂર્ય હોય તો સામાન્ય રીતે એવું ફળ ફળકથન કરવામાં આવે છે કે, આવી વ્યકિતઓને તેના પિતા સાથે મનમળ નથી રહેતો પણ દરેક વ્યકિતઓને આ ફળાદેશ લાગુ પડતો નથી કારણ કે મારા વર્ષોના અનુભવોએ મે એવી ઘણી વ્યકિતઓને જોયેલ છે કે જેઓના જન્માક્ષરમાં શનિ-સૂર્ય એકજ રાશિમાં હોવા છતાં આવી વ્યકિતઓને તેના પિતા સાથે ખૂબજ સારો મેળ હોય છે અને બંને વચ્ચે ખૂબજ લાગણીઓ જોવા મલે છે. સામાન્ય મતભેદો રહેતા હોય છે તે શનિ-સૂર્યને લઇને નથી હોતા પણ જન્મના બીજા ગ્રહો અને સાથે સાથે જનરેશન ગેપ મતલબ કે ઉંમરના તફાવત તો દરેક વ્યકિતના વિચારોમાં અલગ-અલગતા જોવા મલે છે. ઘણી વખત સૂર્ય શનિ એકજ રાશિમાં ન હોવા છતાં પણ પિતાશ્રી સાથે નથી મનમેળ રહેતો તેનુ કારણ શું હોય છે આગળ જાણશું.