Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૦/ર/ર૦૧૮- મંગળવાર
મહા વદ-પ
ભારતીય ફાલ્ગુની મહિનો શરૂ, પંચક ૧૪-૦૩ સુધી, અમૃત સિદ્ધિયોગ ૧૪-૦૩ થી
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-મીન
મંગળ-વૃશ્ચિક
બુધ-કુંભ
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૭
સૂર્યાસ્ત-૬-૪૪
જૈન નવકારશી-૮-૦પ
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
૧૪-૦૩ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
માંગલીક કાર્યોનો શુભ સમય
૧૦-૦૯ થી ચલ-લાભ-અમૃત-
૧૪-ર૭ સુધી, ૧પ-પ૩ થી
શુભ-૧૭-૧૯ સુધી,
ર૦-૧૯થી લાભ-ર૧-પ૩ સુધી
શુભ હોરા
૦૯-૧૧ થી ૧ર-૦૩ સુધી,
૧૩-૦૧ થી ૧૩-પ૮ સુધી,
૧પ-પ૩ થી ૧ ૮-૪પ સુધી,
૧૯-૪૮ થી ર૦-પ૦ સુધી
બ્રહ્માંડના સિતારા
ગુજરાતના સાહિત્યકારોએ ગુજરાતનું નામ વિશ્વમાં ગાજતુ કરેલ છે. ખૂબજ ઉચ્ચ કોટીનું લેખન જે તે સમયે ગુગલ જેવી મદદ નહોતી છતાં પણ અજબનો શબ્દો કોસ જે તેઓએ પોતે બનાવેલ હોય છે અને તેઓનું જીવન ખૂબ સરળ હતું. સરળ હોવું તે જીંદગીનું સૌથી અઘરૂ કામ કહી શકાય. સરળ વ્યકિતવાળા હેરાન પણ થતા હોય છે. જન્મ કુંડલીમાં જો ગુરૂની દૃષ્ટિ સૂર્ય ઉપર કે ચંદ્ર ઉપર હોય તો સમાજમાં માન પ્રતિષ્ઠા મલે છે તો ગુરૂનો નક્ષત્ર ઉપર આધાર રહેલો હોય છે. ઘણા લોકો ખૂબજ કંજુસ હોય છે. મફતમાં કામ કરાવી લેવાની વૃતિ હોય છે કેવા ગ્રહો આવું વ્યકિતત્વ આપે છે તે બાબત આગળ ઉપર ચર્ચા કરીશું.