Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૦-૧-ર૦૧૯, રવિવાર
પોષ સુદ-૧૪, બપોરે ર-૧૯થી પૂનમ શરૂ થશે, વ્રતની પૂનમ, ભદ્રા-૧૪-૧૯થી ર૪-૩૪, અન્વાધાન-બુધ-મકરમાં
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-ધન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-રપ
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-મિથુન (ક,છ,ઘ)
ર૪-૦૩ થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-પરથી ચલ-લાભ-અમૃત-૧ર-પ૮ સુધી, ૧૪-ર૦થી શુભ-૧પ-૪ર સુધી, ૧૮-ર૭થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૦ સુધી,
શુભ હોરા
૮-રપ થી ૧૧-૦૯ સુધી, ૧ર-૦૩ થી ૧ર-પ૮ સુધી, ૧૪-૪૮થી ૧૭-૩ર સુધી, ૧૮-ર૭થી ૧૯-૩ર સુધી,
બ્રહ્માંડના સિતારા
અહીં ફરીથી એક વાત કરી લઉ કે રાહુ ચંદ્ર કે શનિ ચંદ્ર કે સૂર્ય રાહુ કે પછી સૂર્ય કેતુ આ બધા યોગ હોય છે તો કોઇ જયોતિષના શોખીનો તરત જ આવા ગ્રહો વાળી જન્મકુંડલી જોઇને આ બધા ખરાબ યોગ છે. તેવું જજમેન્ટ આપી દયે છે. પણ ખરેખર તેવું બીલકુલ નથી હોતું એક ખૂબજ મોટી કંપનીમાં જોબ કરતી વ્યકિતને જન્મકુંડલીમાં ચંદ્ર રાહુ એક જ રાશિમાં છે તેમનો વાર્ષિક પગાર એક કરોડનો છે. જોકે આમા જન્મના બીજા બધા ગ્રહનો પણ ફાળો હોઇ શકે છતાં પણ જો તમારી કુંડલીમાં આવા યોગ હોય તો તમારે કોઇ ટેન્સન ન રાખવું પણ કંઇ લાઇનમાં વિશેષ લાભ રહેશે તે બાબતની જાણકારી મેળવીને પછી તમારા કાર્યને વળગી રહેવાથી જરૂરથી સફળતા મલશે.