Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૯-૧૦-ર૦૧૮ શુક્રવાર
આસો સુદ-૧૦, બુધ્ધ જયંતિ-ભરત મિલાપ, રવિયોગ-ર૭-ર૪ સુધી, પંચક પ્રારંભ-૧૪-૦૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મકર
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪પ, સૂર્યાસ્ત-૬-૧૮
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્ર રાશિ- મકર (ખ,જ)
૧૪-૦૩ થી કુંભ (ગ,સ)
નક્ષત્ર-ધનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૬થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૩ર થી શુભ-૧૩-પ૯ સુધી, ૧૬-પર થી ચલ-૧૮-૧૮ સુધી, ર૧-રપ થી લાભ-રર-પ૯ સુધી,
શુભ હોરા
૬-૪૬થી ૯-૩૯ સુધી, ૧૦-૩૭થી ૧૧-૩૪ સુધી, ૧૩-૩૦થી ૧૬-ર૩ સુધી, ૧૭-ર૦થી ૧૮-૧૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીએ વ્યકિતનું વ્યકિતત્વ કેવું રહેશે કે કેવું છે તેની જાણકારી મલી શકે છે પણ આ જાણકારી ૪૦ ટકા હોય છે કારણ કે તેના પરિવારમાં મા-બાપના વિચારો પણ વ્યકિતના જીવનમાં ખૂબજ મોટો ભાગ ભજવે છે તે ન ભૂલવું જોઇએ. જન્મકુંડલીમાં જો સૂર્ય બળવાન હોય કે મેષ રાશિનો કે સિંહ રાશિનો હોય તો યુવકના કે યુવતિના પિતા ખૂબજ પ્રતિષ્ઠા ધરાવતા હોય છે તેવી જ રીતે વૃશ્ચિક કે ધન રાશિનો સૂર્ય પણ પિતાશ્રીની પ્રતિષ્ઠા સારી હોય તેવું બતાવે છે પણ માતુશ્રીનો સ્વભાવ કેવો હોઇ શકે તે બાબત પણ જાણકારી મેળવવી જોઇએ યુવક-યુવતિનો આત્મવિશ્વાસ પણ જીવનમાં સફળતા માટે જરૂરી છે. માલવીયા સંતાનોની પ્રગતિ માટે પ્રશ્નાર્થ રહે છે.