Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૧૯-પ-ર૦૧૮,શનિવાર
અધિક જેઠ સુદ-૫,
રવિયોગ-ર૪-ર૬ થી દિવસ અશુભ-બપોરે ૧ થી ર૯-૧૩ સુધી ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૭
સૂર્યાસ્ત-૭-૨૧
જૈન નવકારશી-૬-પ૬
ચંદ્ર રાશિ- મિથુન (ક,છ,ઘ)
૧૮-પપ થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૪૬ થી શુભ-૯-રપ સુધી,
૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૪૧ સુધી, ૧૯-ર૧ થી લાભ-ર૦-૪૧ સુધી, રર-૦ર થી શુભ-ર૩-ર૩ સુધી
શુભ હોરા
૭-૧૩ થી ૮-૧૯ સુધી, ૧૦-૩ર થી ૧૩-પ૦ સુધી, ૧૪-પ૬ થી ૧૬-૦ર સુધી, ૧૮-૧૪ થી ર૧-૦૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
કયારેક ખૂબજ સામાન્ય લાગતી જન્મકુંડલીમાં ગજબની તાકાત હોય છે. સામાન્ય રીતે પુસ્તકનું જ્ઞાન ધરાવતા લોકો અને જયોતિષમાં જીજ્ઞાનસુ વૃતિ રાખતા લોકો ગુરૂની સ્થિતિમાં જો મકર રાશિમાં ગુરૂ હોય તો તેને સારો નથી ગણતા તે ઉપરાંત જો જન્મ કુંડલીમાં છઠ્ઠે આઠમે કે બારમા સ્થાનમાં ગુરૂ હોય તો ખરાબ ફળ મલશે તેમ જણાવીને વ્યકિતને જે જન્માક્ષર બતાવવા આવેલ છે તેને નિરાશ કરી નાખે છે અને જેને લઇને તેની અંદર નિરાશા જન્મ લ્યે છે. કયારક વ્યકિતની સ્થિતિ ડીપ્રેશન જેવી થઇ જાય છે. ખરેખર તો આવી સ્થિતિમાં ગુરૂ હોય તો પણ ખૂબજ લાભ આપે છે. ફિલ્મ સ્ટાર અભિતાબને ગુરૂની સ્થિતિ આઠમા સ્થાનમાં છે તેના વિશે તો બધા જાણે છે.