Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૮-૧૦-ર૦૧૮ ગુરૂવાર
આસો સુદ-૯, સરસ્વતી વિસર્જન, મહાનવમી-(૧પ-ર૯થી દશમ), નવરાત્રિ સમાપ્ત, રવિયોગ અહોરાત્ર દશેરા-વિજયા દશમી, અસ્ત્ર,-શસ્ત્ર તથા શનિ પૂજન શુકનો અસ્ત પશ્ચિમ
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મકર
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪પ, સૂર્યાસ્ત-૬-૧૯
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્ર રાશિ- મકર (ખ,જ)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૬થી શુભ-૮-૧ર સુધી, ૧૧-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧પ-ર૬ સુધી, ૧૬-પરથી શુભ-અમૃત-ચલ-ર૧-ર૬ સુધી,
શુભ હોરા
૬-૪૭ થી ૭-૪૩ સુધી, ૯-૩૯થી ૧ર-૩ર સુધી, ૧૩-૩૦થી ૧૪-ર૮ સુધી ૧૬-ર૩ થી ૧૯-ર૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
શનિ જયારે જન્મ રાશિથી બારમા સ્થાનમાંથી પસાર થાય છે ત્યારે સાડાસાતી પનોતી શરૂ થાય છે. મતલબ કે સાડાસાત વર્ષની મોટી પનોતી કહીં શકાય હવે સામાન્ય રીતે પનોતીના સમય દરમ્યાન વ્યકિતના જીવનમાં સંઘર્ષ શરૂ થાય છે. આ સંઘર્ષમાં વ્યકિતને ઘણુ બધુ શીખવાનું મલે છે. હવે શનિ જે રાશિમાંથી પસાર થાય છે તે રાશિની અંદરના ગ્રહોની સ્થિતિ જોવી જોઇએ. ઉપરાંત જન્મના ગ્રહો કેવા છે તે ધ્યાનમાં રાખવું જોઇએ. જન્મો શનિ જો બળવાન હોય તો પનોતી દરમ્યાન કોઇ નવા પ્રોજેકટ હાથમાં આવે છે અને તેમાં ખૂબજ સારી સફળતા મલે છે. અહીં અંધશ્રદ્ધામાં જે લોકો ડુબી જાય છે તેઓ કોઇ સારી તક ઝડપી શકતા નથી.