Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૭-૧ર-ર૦૧૮ સોમવાર
માગસર સુદ-૯,રવિયોગ-અહોરાત્ર, પંચક સમાપ્ત-ર૮-૧૭,
સૂર્યોદય-૭-૨૧,સૂર્યાસ્ત-૬-૦૪
જૈન નવકારશી-૮-૦૯
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ.થ)
ર૮-૧૭થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૧ થી અમૃત-૮-૪૧સુધી,
૧૦-ર થી શુભ-૧૧-ર૩ સુધી,
૧૪-૦૪થી ચલ- લાભ-અમૃત-
ચલ-૧૯-૪પ સુધી,
શુભ હોરા
૭-ર૧ થી ૮-૧પ સુધી, ૯-૦૮થી ૧૦-૦ર સુધી, ૧૧-૪૯થી ૧૪-૩૧ સુધી, ૧પ-ર૪થી ૧૬-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
લગ્નજીવન માટે જન્મલગ્ન પાંચમુ સ્થાન સાતમુ સ્થાન અને આઠમુ સ્થાન ખૂબજ મહત્વનું રહેલ હોય છે. જન્મકુંડલીમાં જન્મલગ્ન એટલે દેહ ભુવન કહેવાય છે જે સ્વયંમનો નિર્દેશ કરે છે. ત્રીજુ અને પાંચમુ સ્થાન જે કુંડલીમાં પરાક્રમ અને અચાનક લાભ કે પછી રોમાન્સ બાબત જે નિદેશ કરે છે. જો સારી વ્યકિત સાથે રોમાન્સ થઇ જાય તો જીવન આબાદ બની જાય છે. પ્રેમમાં પડવું અને સફળ થવું તે બે અલગ અલગ બાબતો છે. ત્રીજા પાંચમા અને સાતમા સ્થાનની અંદર રહેલા ગ્રહો અને તે સ્થાનના માલીકોની સ્થિતિ શું છે તે જોવી જોઇએ. કયારેક પ્રેમ સંબધોમાં નિષ્ફળતા મલતા વ્યકિત હતાશ થઇ જાય છે કે ડીપ્રેશનમાં આવી જાય છે અને તેનું જીવન બરબાદ થઇ જાય છે છેતરાઇ ગયાનો અહેસાસ થાય છે.