Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧૫-૯-ર૦રર ગુરૂવાર
ભાદરવા વદ-૫
છઠ્ઠનું શ્રાદ્ધ - કૃતિકા શ્રાદ્ધ
જવાળામુખી યોગ ૮-૦૫ સુધી

આજના ગ્રહો
સૂર્ય - સિંહ
ચંદ્ર - મેષ
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - સિંહ
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬:૩૪ - સૂર્યાસ્‍ત ૬-૪૯
જૈન નવકારશી ૭-૨૨
ચંદ્ર રાશી - મેષ (અ.લ.ઈ.)
નક્ષત્ર : ભરણી
રાહુ કાળ : ૧૪-૧૪ થી ૧૫-૪૩
દક્ષિણ દિશામાં જતા ઈષ્‍ટદેવનું સ્‍મરણ કરવુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૨-૧૭ થી અભિજીત ૧૩-૦૬ સુધી ૬-૩૫ થી શુભ ૮-૦૬ સુધી ૧૧-૧૦ થી ચલ - લાભ - અમૃત ૧૫-૪૬ સુધી ૧૭-૧૭ થી શુભ - અમૃત - ચલ ૨૧-૪૬ સુધી
શુભ હોરા
૬-૩૫ થી ૭-૩૬ સુધી,
૯-૩૮ થી ૧૨-૪૨ સુધી,
૧૩-૪૩ થી ૧૪-૪૪ સુધી
૧૬-૪૭ થી ૧૯-૪૮ સુધી
બ્રહ્માંડના સિતારા
શ્રાદ્ધ પક્ષમાં પોતાની બહેન અને દીકરીઓને જમાડવી. તેમને આર્થિક રીતે મદદ કરવી. પરીવારના નબળા વ્‍યકિતઓને મદદ કરવી, પોતાની પાસે આર્થિક સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને બીજાને મદદરૂપ થવું. જન્‍મ કુંડળીમાં ઘણી વખત એવા યોગ બનતા હોય છે. જેમા વ્‍યકિત પોતે પણ પોતાના પૈસાનો ઉપયોગ નથી કરી શકતા અને ખૂબ જ લોભી પ્રકૃતિ હોય છે. અહિં આવા પોતે ટ્રસ્‍ટી હોય તે રીતે રહે છે. બીજાને પણ પૈસા હોવા છતા મદદ કરતા નથી અને જેને લઈને તેઓનો જીવ અશાંત રહે છે. ઈશ્વરની કૃપા મેળવવા પોતાના વિચારોને બદલાવવા જોઈએ. રોજ કોઈને કોઈ રીતે મદદરૂપ થવાની ટેવ પાડવી એટલે મનમા સુખ શાંતિનો અહેસાસ થશે. જુગાર વૃતિ નશો કરવાની આદત કુટુંબને બરબાદ કરી નાખે છે.