Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧પ-ર-ર૦૧૯,શુક્રવાર
મહા સુદ-૧૦
ભદ્રા-ર૪-૧પ થી,
રવિયોગ-ર૦-પ૩ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃષભ
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૦
સૂર્યાસ્ત-૬-૪ર
જૈન નવકારશી-૮-૦૮
ચંદ્ર રાશિ-વૃષભ (બ,વ,ઉ)
૯-૩૦થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૦ થી ચલ-લાભ-અમૃત-૧૧-૩૬ સુધી, ૧૩-૦૧ થી શુભ-૧૪-ર૭ સુધી, ૧૭-૧૮થી ચલ-૧૮-૪૩ સુધી, ર૧-પર થી લાભ-ર૩-ર૭ સુધી,
શુભ હોરા
૭-ર૦થી ૧૦-૧૧ સુધી, ૧૧-૦૮થી ૧ર-૦પ સુધી, ૧૩-પ૮થી ૧૬-૪૯ સુધી, ૧૭-૪૬થી ૧૮-૪૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ફળાદેશનું ખૂબજ મહત્વ રહેલ છે અને ફળાદેશ કરવા માટે જન્મકુંડલીમાં કયાં કયાં ગ્રહો કંઇ રાશિમાં છ તેની જાણકારી ખૂબજ સામાન્ય છે. સામાન્ય જેઓ જયોતિષ નથી તેઓ પણ હવે તો બારે બાર રાશિના નામો જાણતા થઇ ગયા છે. કારણ કે આજકાલ લોકો જયોતિષ શાસ્ત્ર તરફ વધુ ખેંચાતા જાય છે અને જયોતિષ શાસ્ત્રમાં કંઇક તો છે તે જાણવાની કોશિષ કરે છે. વિદેશમાં વસતા કરોડો ચાહકો જયોતિષ શાસ્ત્રના લેખો ખૂબજ જીણવટ પૂર્વક વાંચે છે અને પોતાના પ્રશ્નો માટે જાણકારી મેળવે છે તો ઘણી વખત વિદેશ વસતા લોકો ખૂબજ ચક્કરમાં પડી જાય છે ત્યાંના જયોતિષો વીધી વિધાનના ચક્કરમાં નાખી દયે છે અને જેને લઇને વ્યકિતને માર્ગદર્શન મલવાને બદલે ગેર માર્ગે દોરવાઇ જાય છે અને પછી વધુ મુશ્કેલીમાં પડે છે.