Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧પ/૧/ર૦૧૮ સોમવાર
પોષ વદ-૧૪
શિવરાત્રી, ભદ્રા-૧પ-પ૩ સુધી,
સૂર્યોદય-૭-૩૦, સૂર્યાસ્ત-૬-૨૧
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-ધન (ભ.ધ.ફ)
નક્ષત્ર-મૂળ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૩૦ થી અમૃત-૮-પર સુધી,
૧૦-૧૩ થી શુભ-૧૧-૩પ સુધી, ૧૪-૧૮થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૦૧ સુધી,
શુભ હોરા
૭-૩૦ થી ૮-ર૪ સુધી, ૯-૧૯ થી ૧૦-૧૩ સુધી, ૧ર-૦ર થી ૧૪-૪પ સુધી, ૧પ-૩૯થી ૧૬-૩૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણા લોકો જીવનમાં સફળતા માટે કોઇ સારી તકની રાહ જોતા હોય છે. જો તમો કોઇ તકની રાહ જોયા વગર કામ કરવાનું શરૂ કરશો તો જરૂરથી તમોને કોઇ સારી તક કામ કરતા કરતા જ મલી જશે. મોકા તો માર્ગમાં જ હોય છે. તમારે તે રસ્તે જવું પડે છે. ફકત ગ્રહો બળવાન છે એટલે જીવનમાં સફળતા મલશે તેની સાથે સાથે તમારે કાર્ય કરવું જરૂરી છે. ઘણા લોકો પોતાના માટે અને બીજાઓ માટે તકો ઉભી કરતા હોય છે કોઇ અમસ્તાજ સફળતા નથી મેળવતા અંધ શ્રદ્ધા નહીં પણ શ્રદ્ધાપૂર્વક તમારે કાર્ય કરીને આગળ વધવાનું છે. જમવું હોય તો હાથ લંબાવી કોળીયો મોઢામાં મૂકવો જોઇએ જીવવું હોય તો પોતે જ શ્વાસ લેવો જોઇએ.