Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
વીર સંવત રપ૪પ
શાલિવહન શક-૧૯૪૧
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૪-૬-ર૦૧૯ શુક્રવાર
જેઠ સુદ-૧ર
ચંપક બારસ
વટ સાવિત્રી વ્રતારંભ પ્રદોષ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૯,
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ-તુલા (ર, ત)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૭ સુધી ૧ર-૪૭ થી શુભ-૧૪-ર૮ સુધી, ૧૭-પ૦થી ચલ-૧૯-૩૧ સુધી, રર-૦૯ થી લાભ-ર૩-ર૮ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૯-ર૬ સુધી, ૧૦-૩૩ થી ૧૧-૪૦ સુધી, ૧૩-પપથી ૧૭-૧૭ સુધી, ૧૮-ર૪થી ૧૯-૩૧ સુધી
બ્રહ્માંડના સિતારા
મકર લગ્નમાં જો શનિ લાભ સ્થાનમાં હોય તો જબ્બરો રાજયોગ બને છે અહીં શનિ લગ્ન સ્થાનનો માલીક બને છે અને ધન સ્થાનનો માલીક પણ બને છે. જેથી લગ્ન સ્થાનને ખૂબ જ મજબુત બનાવે છે. આવી વ્યકિતનું જીવન ખુબ જ સમૃધ્ધ હોય છે. લોખંડ મશીનરી જેવા વ્યવસાયમાં ખૂબ જ આગળ વધી શકાય છે. અહીં શનિના હાલ લગ્ન ભુવનમાં પોતાની રાશિ ઉપર રહે છે. જે ખુબજ સફળતા અપાવે છે. શનિ ખુબ જ ધીરજ પૂર્વક નિર્ણયો લેવડાવે છે. અને આવી વ્યકિત ખૂબ જ ધીર ગંભીર હોય છે. બીજાને હંમેશા મદદરૂપ થવાની ઇચ્છા રાખે છે. જો કે અહીં જન્મના બીજા ગ્રહોથી ફળાદેશમાં ફેરફારો શકય બને.