Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૪-૩-ર૦૨૦,શનિવાર
ફાગણ વદ-૬,
એકનાથ છઠ્ઠ,
રવિયોગ-૧ર-ર૦થી સૂર્ય મીનમાં ૧૧-પ૪થી મીનારક કમૃહર્તા પ્રારંભ, સંક્રાંતિ પુણ્યકાળ
૧૧-પ૪ થી ૧૮-૧૮,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૮
સૂર્યાસ્ત-૬-પ૪
જૈન નવકારશી-૭-૪૬
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૭ થી શુભ-૯-પ૭ સુધી, ૧ર-પ૬ થી ચલ-લાભ-અમૃત-૧૭-ર૬ સુધી, ૧૮-પપ થી લાભ-ર૦-રપ સુધી, ર૧-પ૬થી શુભ-અમૃત-ચલ-ર-ર૬ સુધી
શુભ હોરા
૭-પ૮થી ૮-પ૭ સુધી, ૧૦-પ૭ થી ૧૩-પ૬ સુધી, ૧૪-પ૬થી ૧પ-પ૬ સુધી, ૧૭-પપ થી ર૦-પપ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં સામાન્ય રીતે જયારે સૂર્ય શનિ એકજ સ્થાનમાં હોય ત્યારે તેનું ફળાદેશ એવું કરવામાં આવે છે કે પિતાશ્રી સાથે મતભેદો રહેશે અથવા તો પિતાશ્રીનું સુખ ન મલે તે હજારો જન્માક્ષરો જોયા પછી મારૂ પોતાનું સંશોધન એવું કહે છે કે આ બાબતમાં કોઇ જલદીબાજીથી ફળાદેશ ન જ કરવું તો પછી વાંચકો એવો પ્રશ્ન પૂછશે કે તો પછી શું માનવું અહીં માટે વાંચકોને જણાવવાનું કે ફળાદેશ બાબત વ્યકિતની પોતાની અંદર સીકલ સેન્સ હોય છે તે ઉપરાંત ફકત સૂર્ય શનિ સાથે છે એટલે ખરાબ ફળાદેશ થઇ ન શકે આવા યોગમાં જન્મેલી વ્યકિતને પિતાશ્રીનું ખૂબજ સારૂ સુખ પણ મલતું મેં જોયેલ છે લવમેરેજ પણ થઇ શકે છે.