Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૪-૧-ર૦૧૯,સોમવાર
પોષ સુદ-૮, દુર્ગાષ્ટમી,
ભદ્રા-૧ર-૧૬ સુધી પંચક સમાપ્ત ૧ર-પ૩ સુધી, શાકંભરી નવરાત્રી પ્રારંભ, સૂર્ય મકરમાં પ્રવેશ-
૧૯-પ૦, મકર સંક્રાંતિ
સૂર્યોદય-૭-૩૦,સૂર્યાસ્ત-૬-૨૧
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-મીન (દ.ચ,ઝ,થ)
૧ર-પ૩ થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૩૦ થી અમૃત-૮-પર સુધી, ૧૦-૧૩ થી શુભ-૧૧-૩પ સુધી, ૧૪-૧૮થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૦૧ સુધી, ર૩-૧૮થી લાભ-૦-પ૬ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ૮-ર૪ સુધી, ૯-૧૯થી ૧૦-૧૩ સુધી, ૧ર-૦ર થી ૧૪-૪પ સુધી, ૧પ-૩૯થી ૧૬-૩૪ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત સામાન્ય દેખાતી કુંડલીની શકિતઓ વિશેષ હોય છે તો કયારેક પાવરફુલ દેખાતી કુંડલીની અંદરના ગરહો તે વ્યકિતને માટે ફળકથન કરો ત્યારે તમારી સીકસ સેન્સ વર્ક કરતી હોવી જોઇએ તે ઉપરાંત જન્મના નક્ષત્રની સ્થિતિ ગ્રહોની ચાલ-મહાદશા અંતરદશાને ધ્યાનમાં લેવી જોઇએ. કંઇ રાશિનું લગ્ન છે તે પણ મહતવનું છે. દુનિયામાં એકજ તારીખ એકજ સમય હજારો વ્યકિતઓનો જન્મ થયો હોય છે છતાં દરેક વ્યકિતનું વ્યકિતત્વ પણ અલગ હોય છે. આર્થિક સ્થિતિ પણ જુદી જુદી હોય. એકજ સરખા ગ્રહો હોવા છતાં આવું કેમ ? આવો પ્રશ્ન મને વાંચકો અને મારા ચાહકો પૂછે છે અને આવા પ્રશ્નો મને પૂછે તો મને ગમે છે. જયોતિષનો વર્ષોનો અનુભવ અને ફકત એકજ લક્ષ્ય એજ મહત્વનું છે.