Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૩-૧૦-ર૦૧૮ શનિવાર
આસો સુદ-પ, વિંછુડો,
લલિતા પંચમી
રવિયોગ-૧૧-૩પ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૩, સૂર્યાસ્ત-૬-ર૩
જૈન નવકારશી-૭-૩૧
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧૧થી શુભ-૯-૩૮ સુધી, ૧ર-૩૩ થી ચલ-લાભ-અમૃત-૧૬-પ૬ સુધી, ૧૮-ર૩થી લાભ-૧૯-પ૬ સુધી, ર૧-ર૮થી શુભ-અમૃત-૦-૩૪ સુધી,
શુભ હોરા
૭-૪રથી ૮-૪૦ સુધી, ૧૦-૩૭થી ૧૩-૩ર સુધી, ૧૪-૩૦થી ૧પ-ર૮ સુધી, ૧૭-રપથી ર૦-ર૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
હું એવું નથી કહેતો કે જન્માક્ષર ઉપરથી બધુજ જાણી શકાય પણ ત્રીસથી પચાાસ ટકાની જાણકારી મલી શકે. ઘણા લોકો જયોતિષમાં ખૂબજ વિશ્વાસ રાખતા હોય છે. જયોતિષમાં અતિ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ડુબાડી શકે છે જેથી આ બાબત ધ્યાનમાં રાખવી. જન્મકુંડલીમાં જો શનિ બળવાન હોય તો આવી વ્યકિત ખૂબજ મહેનતુ અને નસીબદાર હોય છે. ખૂબજ બુદ્ધિજીવી વ્યકિતની કુંડલીમાં શનિ અને બુધનો કેન્દ્રયોગ બનતો હોય છે. જો શનિ અને ચંદ્ર એકજ રાશિમાં હોય કે સામ સામા હોય તો પણ આવી વ્યકિત બુદ્ધિજીવી હોય છે. જોકે બીજા બધા ગ્રહોની સ્થિતિને પણ ધ્યાનમાં લઇને પછીજ કોઇ નિર્ણય ઉપર આવવું સાથે સાથે વહેવારીક અભિગમ પણ અપનાવવો જોઇએ.