Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૩-૩-ર૦૨૦,શુક્રવાર
ફાગણ વદ-૪
રંગ પંચમી, પંચમી ક્ષયતિથિ છે વિંછુડો-પ્રારંભ-૩૦-૪ર
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-તુલા
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૯
સૂર્યાસ્ત-૬-પ૩
જૈન નવકારશી-૭-૪૭
ચંદ્રરાશિ-તુલા (ર.ત.)
૩૦-૪૧થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૯થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૭ સુધી, ૧ર-પ૭ થી શુભ-૧૪-ર૬ સુધી, ૧૭-રપ થી ચલ-૧૮-પપ સુધી, ર૧-પ૬ થી લાભ-ર૩-ર૬ સુધી,
શુભ હોરા
૬-પ૯ થી ૯-પ૮ સુધી,
૧૦-પ૭થી ૧૧-પ૭ સુધી,
૧૩-પ૬થી ૧૬-પપ સુધી,
૧૭-પપ થી ૧૮-પપ સુધી
બ્રહ્માંડના સિતારા
સાતમાં સ્થાનમાં સ્વગૃહી ગ્રહો હોવા છતાં પણ કયારેક લગ્ન જીવનમાં કોઇને કોઇ વિધ્નો આવી જતાં હોય છે જેનું કારણ વ્યકિત પોતે હોય છે અથવા પરિવારના સભ્યો પણ પોતાના જ સંતાનોના લગ્ન જીવનને બગાડી શકે છે. ફકત સ્વાર્થવૃત્તિ અને સામાજીક રીતે ખરાબ લાગશે તે બાબત કોઇ જાતનો વિચાર નથી કરતા જેને લઇને ગ્રહો સારા હોવા છતાં પણ લગ્ન જીવન મુશ્કેલીવાળુ રહે છે. ફકત ગ્રહો મલે છે એટલે લગ્ન જીવન સારૂ ચાલશે તે બાબતને ચાલીશ ટકાથી પ૦ ટકા પાસે મલી શકે છે બાકી વ્યકિતએ પોતે અને તેના કુટુંબીજનોએ લગ્ન જીવનને ટકાવી રાખવામાં મદદરૂપ થવું જોઇએ રોજ સૂર્ય નમસ્કાર કરવા.