Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૨-૯-ર૦૧૯ ગુરૂવાર
ભાદરવા સુદ-૧૪, ગૌત્રિ રાત્રી વ્રતારંભ, અનંત ચર્તુદશી-
પંચક, ચૌદશ વૃદ્ધિતિથિ છે,
રવિ યોગ-૧૬-પ૯સુધી,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-કુંભ
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩
સૂર્યાસ્ત-૭-પર,
જૈન નવકારશી-૭-૨૧,
ચંદ્રરાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-ઘનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૪ થી શુભ-૮-૦૬ સુધી, ૧૧-૧૧ થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૮ સુધી, ૧૭-ર૧ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૮ સુધી,
શુભ હોરા
૬-૩૪ થી ૭-૩૬ સુધી, ૯-૩૯થી ૧ર-૪૩ સુધી, ૧૩-૪પ થી ૧૪-૪૭ સુધી, ૧૬-પ૦થી ૧૯-પ૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
અર્થ ઉપાર્જન એ દરેક વ્યકિતનો જન્મ સિદ્ધ હક છે કેવા ગ્રહ હોય તો કંઇ લાઇનમાંથી આર્થિક લાભ મલી શકે છે. ઘણી વ્યકિતઓના જન્મના ગ્રહો એવા હોય છે કે તેઓ નોકરી કર્તા હોય ત્યારે એશો આરામથી જીવતા હોય છે. બંગલો ફોર વીલર જેવી બધી ફેસેલીટી ભોગવતા હોય છે, પણ પછી સમય બદલતા તેઓ નોકરી મૂકીને પોતાનો ધંધો કરે છે. કોઇ સાથે ભાગીદારી કરે છે અને પછી ધીરે ધીરે કર્જમાં ડુબતા જાય છે. મીલકત ઉપર કર્જ લેવું પડે છે અને પછી તેવી સ્થિતિમાં મુકાઇ જાય છે કે બેન્કનું વ્યાજનું વ્યાજ ચડતું જાય છે. માણસોનો પગાર ચૂકવવા વ્યાજે પૈસા લેવા પડે છે. મિલકત વેચવી પડે છે અને ભાડે રહેવા જવું પડે છે. પોતે જ કોઇની પાસે યોગ્ય માર્ગદર્શન લીધુ હોત તો ભવ્ય વર્તમાનને સાચવી શકયા હોય આવી સ્થિતિ માટે ગ્રહોની સાથે પોતે કે પરિવારના સભ્યો જવાબદાર હોય છે.