Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧ર-૭-ર૦ર૦,રવિવાર
અષાઢ વદ-૭, પંચક, કાલાષ્ટમી, ભાનુ સપ્તમી, રાજયોગ-સૂર્યોદયથી ૮-૧૯ સુધી, રવિયોગ-૮-૧૯ સુધી,
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧ર,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૭-૦૦
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પરથી ચલ-લાભ-અમૃત-૧ર-પ૩ સુધી, ૧૪-૩૩ થી શુભ-૧૬-૧૩ સુધી, ૧૯-૩૩ થી શુભ-અમૃત-ચલ-રર-૩૩ સુધી,
શુભ હોરા
૭-૧૯થી ૧૦-૩૯ સુધી, ૧૧-૪૬ થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૬ થી ૧૮-રપ સુધી, ૧૯-૩૩ ર૦-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
સહુથી વધુમાં વધુ ખરાબ સમય એટલે પરિવારના સભ્યો સાથે મતભેદો અથવા તો ઘરના વડીલોને સમજવાની કોશિષ ન કરવી. ઘરમાં સંતાનો દાદાગીરી કરીને રહેતા હોય છે કોઇ વખત એવું પણ બને છે કે બે-ત્રણ ભાઇ-બહેનો હોય મા-બાપ હોય તેમાં કોઇ એક સંતાન ખૂબજ માથાભારે હોય છે જેને લઇને પરિવારના બધા જ સભ્યોને તકલીફો થતી હોય છે. નાના કે મોટા ભાઇ બહેનો પણ આવી વ્યકિતથી ડરતા હોય છે અને ઘરમાં અશાંતિનો માહોલ રહેતો હોય શું કરવું ઘરમાં કેમ શાંતિ રહે તે બાબત ખૂબજ મહત્વની હોય છે. અહીં આવી ન સમજદારી વ્યકિતને કોઇ વ્યવસ્થિત રીતે સમજાવી શકે તેનું કાઉન્સેલીંગ કરાવવું જોઇએ. ગ્રહોને લઇને વ્રત ઉપવાસ કરવા રોજ દાનપુન ચેરીટી કરવી સૂર્ય નમસ્કાર કરવા.