Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧ર-૧-ર૦૨૦ રવિવાર
પોષ વદ-ર, રવિપૃષ્ય સુર્યોદયથી ૧૧-પ૦, વિવેકાનંદ જયંતિ,
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કર્ક
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૧૯,
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્રરાશિ-કર્ક (ડ,હ)
નક્ષત્ર- પૃષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-પ૧ થી ચલ-લાભ-અમૃત-૧ર-પપ સુધી, ૧૪-૧૭થી શુભ-૧પ-૩૮ સુધી, ૧૮-ર૧ થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૭ સુધી,
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૦૭ સુધી, ૧ર-૦૧ થી ૧ર-પપ સુધી, ૧૪-૪૪ થી ૧૭-ર૭ સુધી, ૧૮-ર૧ થી ૧૯-ર૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
હવે ફકત મંગળ દોષ અથવા તો બને કુંભમાં મંગળ છે. એટલે લાગ્ન મેળાપક થાય છે તેવું પણ ન માનવુ઼. મંગળની સાથે કયાં ગ્રહો છે તે ખાસ જોવું જોઇએ અને પછી જ નિર્ણયો લેવા હવે યુવકને જો મંગળ છે તો પછી પ્રવૃતિને પણ મંગળ છે કે કેમ બંનેને કંઇ રાશિમાં છે તે પણ ખાસ જોવું જોઇએ. હવે બનેને મંગળનો પ્રોબ્લમ નથી અથવા તો સોલ્વ થઇ જાય છે. જેને લઇને લગ્ન જીવન સારૂ ચાલશે તેવું પણ ન જ માનવું કારણ કે ગ્રહોની સાથે સાથે યુવકના માતા પિતાના વહેવારો અને વિચારો પણ ખુબજ મહત્વના છે જે ગ્રહો કર્તા પણ વધુ અસર કરે છે જેથી આ બાબતને હંમેશા ધ્યાનમાં લેવા જોઇએ. રાશિમેળ પણ ખાસ કરવો જોઇએ બધા જ ગ્રહોનો અભ્યાસ કરવો.