Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૧-૧૨-ર૦૧૯,બુધવાર
માગસર સુદ-૧૪
વ્રતની પૂનમ, શ્રી દત્ત દત્તાત્રય જયંતિ, ઓશોદિન-પર્વત દિન, રોહિણી વ્રત
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૭
સૂર્યાસ્ત-૬-૦ર,
જૈન નવકારશી-૮-૦પ
ચંદ્રરાશિ- વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૭ થી લાભ-અમૃત-૯-પ૯ સુધી, ૧૧-૧૯થી શુભ-૧ર-૪૦ સુધી, ૧પ-રર થી ચલ-લાભ-૧૮-૦૩ સુધી, ૧૯-૪૩ થી શુભ-અમૃત-ચલ-૦-૪૦ સુધી,
શુભ હોરા
૭-૧૭ થી ૯-૦પ સુધી, ૯-પ૯થી ૧૦-પર સુધી, ૧ર-૪૦ થી ૧પ-રર સુધી, ૧૬-૧૬ થી ૧૭-૦૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે વ્રતની પૂનમ છે. પૂનમને દિવસે ઘણી વ્યકિતઓ વ્રત ઉપવાસ કરે છે અને માતાજીના દર્શને જાય છે તો કોઇ પોતાના ગુરૂદેવ જેવા કે જલારામ બાપા જે ભગવાન છે તેના દર્શન જાય છે તો કોઇ શંખેશ્વર જેવી પ્રવિત જગ્યાએ પણ જાય છે. ચંદ્ર પ્રકૃતિ વાળી વ્યકિતઓ ખૂબજ વિચારી શકે છે. આવી વ્યકિતઓ ખૂબજ ચંચળ હોય છે. મેડીટેશન કરવાથી આવી વ્યકિતઓ ખૂબજ પાવરફુલ માઇન્ડવાળી થઇ શકે છે આવી વ્યકિતઓ સખત મહેનતુ પણ હોય છે અને બળવાન ચંદ્ર વાળી વ્યકિતઓ ખૂબજ ઇમાનદાર હોય છે. હંમેશા બીજા લોકોને મદદ કરવાની ઇચ્છા રાખતા હોય છે. આવી વ્યકિતઓની આર્થિક સ્થિતિ એવરેજ હોય છે પણ મહેનત કરતા હોય જરૂરીયાતો સારી રીતે પૂર્ણ કરી શકે છે.