Gujarati News

Gujarati News

રવિવારનું પંચાંગ
તા.૧૧-૧૧-ર૦૧૮ રવિવાર
કારતક સુદ-૪,ભદ્રા ૧૦-પ૪થી ર૩-૪પ, રવિયોગ ર૪-૦ર સુધી, વિનાયક ચતુર્થી, સિદ્ધિયોગ-સૂર્યોદયથી ર૪-૦ર,
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૧ થી ચલ-લાભ-અમૃત-
૧ર-૩૧ સુધી, ૧૩-પ૪ થી શુભ-૧પ-૧૮ સુધી, ૧૮-૦૪ થી શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી,
શુભ હોરા
૭-પ૩થી ૧૦-૪૦ સુધી, ૧૧-૩૬થી ૧ર-૩૧ સુધી, ૧૪-રર થી ૧૭-૦૯ સુધી, ૧૮-૦૪ થી ૧૯-૦૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
આ નવા વર્ષની વિનાયક ચતુર્થી છે. આજે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાથી લાભ રહે દરરોજ ભગવાન ગણેશને ગોળ કે લાડુનો પ્રસાદ ધરવાથી લાભ રહે અને રોજ જરૂરીયાતવાળી વ્યકિતને ગોળ કે ઘઉંનું દાન કરવું. જો જન્મ કુંડલીમાં સૂર્ય મંગળ એકજ રાશિમાં હોય તો આવી વ્યકિતઓ ખરેખર નસીબદાર હોય છે. જો ગુરૂની દૃષ્ટિમાં સૂર્ય અને મંગળ આવતા હોય તો વિશેષ રાજયોગ બને છે. રાજકારણથી લાભ રહે છે. વિશેષ આવી વ્યકિત જીવનમાં ખુબ જ આગળ વધે છે. અહીં વધુ જાણકારી માટે કંઇ રાશિ છે અને કંઇ રાશિનું લગ્ન છે તે પણ તેટલુ જ મહત્વનું રહેલ છે. મેષ અને વૃશ્ચિક લગન માટે આવા યોગ ખૂબજ મહત્વતા આપે છે. મહાદશા અંતરદશા જોઇને નિર્ણયો લેવા.